Gujarat News/ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને IPC હેઠળની ફરિયાદ ક્લબ ના કરી શકાય

બંને ગુનાઓની તપાસ, પૂછપરછ અને ટ્રાયલની પધ્ધતિ એકબીજાથી સ્વતંત્ર છે

Top Stories Gujarat Breaking News

Gujarat News : લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાયેલી ફરિયાદ અને ગુનો તેમજ ઇન્ડિયન પીનલ કોડ(આઇપીસી) હેઠળ નોંધાયેલી ફરિયાદ અને ગુનો એ બંને અલગ જ વિષય વસ્તુ અને પ્રકાર હોવાનું ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે.

જેને કારણે તેને કોઇપણ સંજોગોમાં કલબ ના કરી શકાય એટલે કે, એકસાથે જોડી શકાય નહીં. જસ્ટિસ નિરલ આર.મહેતાએ વડોદરામાં જમીન પચાવી પાડવાના એક કેસમાં આરોપીઓ વિરૂધ્ધ આઇપીસીની કલમો હેઠળ નોંધાયેલી FIR અને લેન્ડ ગ્રેબીંગ એકટની કલમો હેઠળ નોંધાયેલી FIR  કલબ કરવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો અને આરોપીઓની પિટિશન ધરાર ફ્ગાવી દીધી હતી.

જસ્ટિસ નિરલ આર.મહેતાએ ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, અદાલતના મતે, લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળની એફ્આઇઆર બીજી અને ભારતીય દંડ સંહિતા હેઠળની ફરિયાદ બીજી એમ ના કહી શકાય. કારણ કે, બંને ગુનાઓની તપાસ, પૂછપરછ અને ટ્રાયલની પધ્ધતિ એકબીજાથી સ્વતંત્ર છે.

તેથી તેને એકસમાન અથવા એક ગુનો ના કહી શકાય. હાઇકોર્ટે વધુમાં એ પણ સ્પષ્ટ કર્યું કે, વિવાદિત FIR અલગ અલગ કાયદા હેઠળ ગુનો નોંધાયેલો હોઇ તેમાં તપાસ, ટ્રાયલની પધ્ધતિ બધુ અલગ છે, જેમાં બે અલગ અલગ અદાલતોને કાયદાઓ હેઠળ તે મુજબના ગુનાઓનો કેસ ચલાવવાની સત્તા આપવામાં આવી છે. ત્યારે બંને ગુનાઓ એકબીજાથી સ્વતંત્ર હોવાનું કહેવાય અને તેથી કાયદાકીય જોગવાઇથી વિરુદ્ધ અદાલત કોઇ હુકમ કરી શકે નહીં કે નિર્દેશ આપી શકે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં પ્રેમીએ દગો કરતાં પ્રેમિકાએ કર્યો આત્મહત્યાનો પ્રયત્ન

આ પણ વાંચો:તાંત્રિક વિધિના કારણે મહિલાએ કરી આત્મહત્યા, 6 લોકોની ધરપકડ

આ પણ વાંચો:દહેગામમાં વેપારીની આત્મહત્યા, એપીએમસીના ચેરમેન સામે ગુનો નોંધાયો