Gujarat News : 27 ફેબ્રુઆરીથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની હોલટિકિટ આજથી ડાઉનલોડ કરી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આજથી શાળાઓ બોર્ડની વેબસાઇટ પરથી હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે.
બાદમાં શાળાઓ દ્વારા સહી-સિક્કા કરીને આ હોલટિકિટ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર પરીક્ષા માટે હોલટિકિટ 17 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ સ્કૂલ પાસેથી આ હોલટિકિટ મેળવી લેવાની રહેશે. સ્કૂલ બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા bsebht.in અથવા bseb.org પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે.
શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી હોલટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડવાનો રહેશે. હોલટિકિટમાં પરીક્ષાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી અને સ્કૂલના આચાર્યના સહી-સિક્કા કરવાના રહેશે. પરીક્ષા દરમિયાન આ હોલટિકિટ દર્શાવીને જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો: લ્યો બોલો હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લાગ્યો સાયરન વાળી ગાડીનો શોખ
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા વાઈસ ચાન્સેલર મળ્યા!
આ પણ વાંચો: રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા ચકચાર
