Gandhinagar News/ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલે નશામુક્તિ અભિયાન વાનનું પ્રસ્થાન કરાવ્યું

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય આયોજિત નશામુક્ત ભારત અભિયાન અન્વયે રાજ્યમાં નશામુક્તિ અભિયાન વાન સમગ્ર વર્ષ દરમિયાન ચાલશે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gandhinagar News : પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય આયોજિત નશામુક્ત ભારત અભિયાન અન્વયે રાજ્યમાં નશામુક્તિ અભિયાન વાન ભ્રમણ કરશે. સમગ્ર વર્ષ દરમિયાન અભિયાન ચાલુ રહેશે. અંબાજીથી અભિયાનના પ્રારંભ સાથે દરરોજ 5 ગામોની મુલાકાત દ્વારા ૧૦૦ જેટલા લોકોને નશાથી મુક્ત થવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને  ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે આ વાનને પ્રસ્થાન કરાવીને નશામુક્ત ભારત અભિયાનનો રાજ્ય વ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો. આ અભિયાન ગુજરાતમાં 19મી ફેબ્રુઆરી, 2025ના રોજ અંબાજીથી શરૂ થવાનું છે.

સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ નશામુક્ત ભારત અભિયાન અન્વયે નશામુક્તિ અભિયાન વાન રાજ્યના બધા જ જિલ્લાઓને આવરી લઈને રોજના 5 ગામોની મુલાકાત લેશે. એટલું જ નહીં,  આ ગામોમાં લોકોને નશામુક્તિની સમજણ આપીને નશો છોડાવવાની પ્રતિજ્ઞા કરાવશે સાથોસાથ નશામુક્તિ માટે જનજાગૃતિ જગાવતા સેમિનાર, વર્કશોપ અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે.

ખાસ ટ્રેનર દ્વારા લોકોને નશામુક્તિની ટ્રેનિંગ આપીને તેઓ પણ બીજાને વ્યસનો છોડાવી શકે તેવા સક્ષમ બનાવવાની દિશામાં આ અભિયાન અંતર્ગત સેવા પ્રવૃત્તિ હાથ ધરાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નશામુક્ત અભિયાન વાનને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ બ્રહ્માકુમારી નંદીની બહેન, કૈલાશ દીદી, રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની મેડિકલ વિંગના નેશનલ કો-ઓર્ડીનેટર ડૉ. બનારસીભાઈ, ડૉ. નીતાબેન અને બ્રહ્મા કુમારીઝના સેવાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નશામુક્ત ભારત અભિયાન હેઠળ અટકાયતી શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો: નશામુક્તિ કેન્દ્રોનો ઉપયોગ કરી પ્રાઇવેટ આર્મી બનાવવા માંગતો હતો અમૃતપાલ

આ પણ વાંચો: ગ્રામજનોએ અનોખો દાખલો બેસાડ્યો, આખું ગામ બન્યું નશામુક્ત