નવી દિલ્હીઃ બીજેપી રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણમાં ગરીબ કલ્યાણના મુદ્દા પર રહી હતી. પીએમ મોદીએ કહ્યું કે, એનડીએની સરકાર બનતા જ તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર ગરીબો માટે કામ કરશે. પીએમ કહ્યું કે, વિરોધ પક્ષોએ ફક્ત વચનો આપ્યા હતા અમે તેના પર કામ કર્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગરીબોને તેના વધુ ફાયદો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર માટે સારી યોજનાનો સીધો લાભ ગરીબોને મળ્યો છે. અને આગળ પણ સરકાર ગરીબોના હિતમાં પગલા ભરશે. પાંચ રાજ્યોની ચૂંટણી પર બોલતા પીએણ મોદીએ જણાવ્યું હતું કે, બીજેપી આ રાજ્યોની ચૂંટમીમાં જીત મેળવશે, પરંતુ તેના માટે બૂથ સ્તરના કાર્યકર્તાઓ પર ફોક્સ કરવો પડશે.
પીએમ મોદીએ બેઠકમાં પાર્ટી નેતાઓને કહ્યું કે, ચૂંટણીમાં પોતાના પરિવાર માટે ટિકિટ આપવા માટે દબાણ ના કરો. સંગઠનને ઠીક લાગશે તો ટિકિટ આપવામાં આવશે. તમામ લોકોએ ચૂંટણીમાં મળીને કામ કરવાનું છે. વિધાનસભાની ચૂટણીમાં જીત નિશ્ચિત કરવાની છે
