Patan News/ પાટણમાં ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી

જેમાં મંજૂરી વગર વધુ ખોદકામ કરાતાં કોન્ટ્રાક્ટરને લાખોનો દંડ ફટકારવાની નોટિસ આપવામાં આવી છે.

Top Stories Gujarat Others Breaking News

Patan News: પાટણ(Patan)માં ભૂમાફિયાઓ (Land Grabbers) સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. સિદ્ધપુરના રસુલુપુર ગામે ગેરકાયદેસર ખનન (Illegal Mining) મામલે કોન્ટ્રાક્ટર લાલજી ચૌધરીને રૂપિયા 93.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પાટણ જીલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. સિદ્ધપુરના રસુલુપુર ગામમાં ગેરકાયદેસર તળાવમાંથી માટી ખનન કરવામાં આવી રહ્યું હતું. આ મામલે લોકોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરી હતી. અધિકારીઓએ રેત ખનન અંગે તપાસ શરૂ કરી હતી, જેમાં મંજૂરી વગર વધુ ખોદકામ કરાતાં કોન્ટ્રાક્ટરને લાખોનો દંડ ફટકારવાની નોટિસ આપવામાં આવી છે.

મામવાડાના કોન્ટ્રાક્ટર (Contractor) લાલજી ચૌધરીને રૂપિયા 93.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 2000 મે.ટનના ખોદકામની મંજૂરી લઇ 37,915 મે.ટન માટીનું ખોદકામ કર્યા હોવાનું સામે આવ્યું હતું. ખાણખનીજ વિભાગનાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બિનઅધિકૃત ખનન પેટે કુલ રૂ. 93.55 લાખ દંડની નોટિસ પાઠવવામાં આવી છે.

અગાઉ આણંદમાં ભૂમાફિયાઓ પર તંત્રએ લાલ આંખ કરી હતી. જેમાં ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી હતી. તંત્રએ રોયલ્ટી પાસ વગરના ડમ્પરો સામે કાર્યવાહી કરી પાંચ ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા હતા. આણંદના ગ્રામય મામલતદારે આ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

નદીમાં રાત-દિવસ ગેરકાયદેસર રેતીની ચોરીનો કારોબાર થાય છે. રેત ખનનથી નદીને તો નુકસાન થાય છે પરંતુ જળચર પ્રાણીઓના જીવને પણ જોખમ વધ્યું છે. આજે રેતીનો સૌથી મોટો ઉપયોગ બાંધકામ થાય છે. પરંતુ આ ઉપરાંત સામાન્ય વપરાશ બનેલ એવા કાચ, માઈક્રોચિપ્સ, સોલાર પેનલ, ટૂથપેસ્ટ અને મોબાઈલ જેવી વસ્તુ માટે પણ થાય છે. આજે ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનો જમાનો છે અને આ ગેજેટસમાં વપરાતી સિલિકોન ચીપના વપરાશ માટે રેતીની જરૂર પડે. કારણ કે સિલિકોન ચીપ રેતીમાંથી બને છે.

જો નદીના પટમાંથી આ રેતી લઈ લેવામાં આવશે તો જમીન નબળી પડશે અને જે તે વિસ્તારમાં વરસાદ સમયે ત્યાં પાણીનું રોકાણ ન થતા પૂરના પ્રકોપની સંભાવના વધુ રહેશે. રેતી ખનન સાથે પ્રદૂષણ પણ વધે છે. પ્રદૂષણ વધતા આસપાસના લોકોને શ્વાસ સંબંધિત બીમારીઓ થવાની શકયતા વધી જાય છે. આ ઉપરાંત આવા અનેક રેત ખનના ગેરલાભો છે જે માનવ જીવન અને પર્યાવરણ માટે તબાહી લાવી શકે છે. નદીના પટમાં થઈ રહેલ રેત ખનન પર કયારે અંકુશ આવશે. કુદરતી સંપતિને નુકશાન કરનારા માફિયા પર ક્યારે ચાલશે કાયદાનો કોરડો ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તાપીમાં રેતી ખનનને લઈ સુરત ફ્લાઈંગ સ્કવોર્ડના દરોડા, 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો:બનાસ નદીમાં રેતી-ખનન અટકાવવા ભૂસ્તર વિભાગ નીરસ

આ પણ વાંચો:પૂર્વ કચ્છમાં ખાણખનીજ વિભાગની કાર્યવાહી, ગેરકાયદે ખનન કરતી 18 ટ્રકોને ઝડપી