Gujarat Assembly Budget 2025 : ગુજરાતની શિક્ષણ પદ્ધતિ ૨૧મી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 25 હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹2914કરોડની જોગવાઇ. નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડની જોગવાઇ. રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹782 કરોડની જોગવાઇ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹250 કરોડની જોગવાઇ. એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ₹223 કરોડની જોગવાઇ. જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ₹200 કરોડની જોગવાઇ. સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹100 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹70 કરોડની જોગવાઇ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત અંદાજે 78 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹410 કરોડની જોગવાઇ. એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે ₹175 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના(CMSS) અંતર્ગત ૨૫૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹32 કરોડની જોગવાઇ. વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (GIT) માટે ₹100 કરોડની જોગવાઇ. રાજ્યનો વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ. અમદાવાદના i-Hubની તર્જ પર રાજ્યમાં ૦૪ પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન. i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે ₹૨૫ કરોડની જોગવાઇ. શોધ યોજના – (Scheme of Developing High quality research) અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે ₹20 કરોડની જોગવાઇ. NAAC અને NIRF રેન્કિંગમાં સારા પ્રદર્શન હેતુ પાંચ કાર્યરત સરકારી કોલેજોના વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા માટે ₹8 કરોડની જોગવાઇ.
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.રમતગમત ક્ષેત્રે ₹521 કરોડની જોગવાઇ રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹125 કરોડની જોગવાઇ. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા ₹33 કરોડની જોગવાઇ. પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹182 કરોડની જોગવાઇ પુરાતન સ્થળોને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા અને સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી 12 રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બીજા 4 નવા સંગ્રહાલયો નિર્માણાધીન છે. ગ્રંથાલયો માટે ₹138 કરોડની જોગવાઇ 71 તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા ₹16 કરોડની જોગવાઇ. ગ્રંથાલય ભવનોના તબક્કાવાર નિર્માણ માટે આગામી વર્ષમાં 7 જિલ્લા ગ્રંથાલયો અને ૧૫ તાલુકા ગ્રંથાલયો માટે ₹14 કરોડની જોગવાઇ.53 આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઇ-લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ₹208 કરોડની જોગવાઇ રાજ્યના લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે ₹૧૭ કરોડની જોગવાઇ. દેશ-વિદેશનાં લોકો નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે ‘નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર’ માટે ₹10 કરોડની જોગવાઇ.
ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-3 માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોને સુદ્રઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલીના વિકાસ માટે ₹10 કરોડની જોગવાઇ. સાયન્સ સીટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી, એવિએશન એન્ડ ડિફેન્સ ગેલેરી, સાયન્સ એક્સપ્લોરેશન ઝોન, ડિજિટલ ફ્યુચર ગેલેરી જેવા વિવિધ આકર્ષણોના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. ધોલેરા(SIR) અને સાણંદ ખાતે માળખાકીય સુવિધા પૂરી પાડવાનું આયોજન. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા બાયોટેકનોલોજી આધારિત ઉકેલ શોધવા માટે ફ્લેગશિપ કાર્યક્રમ માટે ₹3 કરોડની જોગવાઇ.
આ પણ વાંચો:ગુજરાતની નીતિઓ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને મજબૂત બનાવતી: નાણામંત્રી કનુ દેસાઈ
આ પણ વાંચો:જગતના તાત “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી,જાણો શું મળશે લાભ
આ પણ વાંચો:સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹6807 કરોડની જોગવાઇ
