Gandhinagar News : ગુજરાતની સરકારે ગઈકાલે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. દિવસે દિવસે ગુજરાત સરકાર દેવું વધારે છે પણ ગુજરાતની જે 6 કરોડની જનતા છે એના માથા પર પણ દિવસેને દિવસે દેવું વધતું જાય છે. ગુજરાત સરકારે જે આંકડા રજૂ કર્યા છે એ મુજબ વર્ષ 2023-24માં જાહેર દેવું 3,77,962 કરોડ રૂપિયા છે એજ પ્રમાણે વર્ષ 2024-25માં સુધારેલા અંદાજ મુજબ રાજ્યનું દેવું 3,99,633 કરોડ રૂપિયા થયું છે. જો 6 કરોડની વસતી ગણીએ તે મુજબ પ્રતિ વ્યક્તિ 66,000 દેવું આજે ગુજરાતના દરેક વ્યક્તિના નામે અને નવા જન્મ લેનાર બાળકનાં માથે છે.
કેન્દ્રમાં ભાજપની સરકાર, દરેક પડોશી રાજ્યમાં ભાજપની સરકાર છતાં નર્મદા યોજનાની લેવાની બાકી નીકળતી રકમ હજુ ગુજરાતને નથી અપાઈ.
મોસાળમાં જમણ અને માં પીરસનારની વાતોનું શું થયું?
ગુજરાતના હક્કની માંગણી સંદર્ભે પ્રેસ મિડિયાને સંબોધન… pic.twitter.com/2Yet6zujiy
— Amit Chavda (@AmitChavdaINC) February 21, 2025
વધુમાં, એજ રીતે વર્ષ 2025-26નો અંદાજ રજૂ થયો એ મુજબ અંદાજ વધીને 4,55,537 કરોડ રૂપિયા થશે, આગામી 3 વર્ષનો અંદાજ જોઈએ તો વર્ષ 2026-27ના અંતે દેવું વધીને 4,73,651 કરોડ રૂપિયા થશે. વર્ષ 2026-27 નો અંદાજ પ્રમાણે દેવું 5,38,651 કરોડ રૂપિયા થશે, એટલે 3 વર્ષ પછી બાળક જન્મ લશે તેં માથે વર્ષ 2027-28 ના વર્ષમાં દેવું વધીને 89,000 પ્રતિ ગુજરાતી થવા જઈ રહ્યું છે. એટલે ઉત્સવો, તાયફા, પોતાના માનીતાઓને લાભ કરાવવા જે દેવું વધી રહ્યું છે, તે બજારમાંથી લોનો લેવાઈ રહી છે.

કોંગ્રસના અમિત ચાવડાએ જણાવ્યુ કે, આજે વિધાનસભામાં પ્રશ્નોતરીમાં જવાબ આપ્યા છે એ મુજબ છેલ્લા 2 વર્ષમાં જે બજારમાંથી રાજ્ય સરકારે લોન લીધી એ નાણાંકીય સંસ્થાની લોન લેવામાં આવી છે અને કેન્દ્રીય દેવું છે. ખાલી બજારમાંથી લેવામાં આવેલ લોનનો આંકડો જોઈએ તો છેલ્લા 2 વર્ષમાં લગભગ 94 હજાર કરોડની લોન બજારમાંથી લેવામાં આવી છે, એનો સ્પષ્ટ મતલબ છે કે દિવસે દિવસે સરકાર દેવું વધારી રહી છે. સરકારની ખોટી નીતિઓને કારણે દેવું વધી રહ્યું છે અને રાજ્યના દરેક વ્યક્તિના માથે દેવું વધી રહ્યું છે, એવી નાણાંકીય વ્યવસ્થા આ સરકારે ઊભી કરી છે જે આવનાર દિવસોમાં આપણાં સૌના માટે ખૂબ ચિંતા જનક બાબત બની શકે છે.
આ પણ વાંચો: દેવું ચુકવવા માટે પતિ ક્રૂર બન્યો, પત્ની પર એવી શરત લગાવી… તેણી જીવતી હતી ત્યારે જ મૃત્યુ પામી
આ પણ વાંચો: દેશનું વિદેશી દેવું સપ્ટેમ્બરમાં 4.3% વધીને $711.8 બિલિયન થયું, ડેટ-ટુ-GDP રેશિયો 19.4% થયો
