External Debt/ દેશનું વિદેશી દેવું સપ્ટેમ્બરમાં 4.3% વધીને $711.8 બિલિયન થયું, ડેટ-ટુ-GDP રેશિયો 19.4% થયો

રિપોર્ટ મુજબ, ‘સપ્ટેમ્બર 2024 સુધીમાં, યુએસ (US) ડોલરમાં દેવાનો હિસ્સો ભારતના વિદેશી દેવામાં સૌથી વધુ 53.4% હતો. આ પછી ભારતીય રૂપિયો (31.2%), જાપાનીઝ યેન (6.6%), SDR (5%) અને યુરો (3%) નો નંબર આવે છે.

Top Stories India Business

New Delhi News : આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત(India)નું વિદેશી દેવું વધીને $711.8 બિલિયન થઈ ગયું છે. આ જૂન 2024 કરતાં 4.3% વધુ છે. નાણા મંત્રાલયના ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2023ના અંતે, વિદેશી દેવું $637.1 બિલિયન હતું. ‘ભારતનું ત્રિમાસિક વિદેશી દેવું’ શીર્ષક હેઠળના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2024માં દેશનું વિદેશી દેવું $711.8 બિલિયન હતું. આ જૂન 2024 કરતાં $29.6 બિલિયન વધુ છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ડેટ-ટુ-જીડીપી (GDP) રેશિયો એટલે કે વિદેશી દેવાનો કુલ સ્થાનિક ઉત્પાદનનો ગુણોત્તર સપ્ટેમ્બર 2024માં 19.4% હતો, જે જૂન 2024માં 18.8% હતો.

US ડોલરમાં સૌથી વધુ લોન

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘સપ્ટેમ્બર 2024 સુધીમાં, યુએસ (US) ડોલરમાં દેવાનો હિસ્સો ભારતના વિદેશી દેવામાં 53.4% ​​સાથે સૌથી વધુ હતો. આ પછી ભારતીય રૂપિયો (31.2%), જાપાનીઝ યેન (6.6%), SDR (5%) અને યુરો (3%)નો નંબરે આવે છે. જૂનની સરખામણીએ સપ્ટેમ્બરના અંતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ બિન-સરકારી ક્ષેત્રનું બાકી વિદેશી દેવું પણ નોંધપાત્ર રીતે વધ્યું છે.

ડેટમાં સૌથી વધુ હિસ્સો લોનનો

રિપોર્ટ અનુસાર, લોન એ વિદેશી દેવાનો સૌથી મોટો ઘટક હતો, જેનો હિસ્સો 33.7% હતો. આ પછી કરન્સી અને ડિપોઝિટ (23.1%), ટ્રેડ ક્રેડિટ અને એડવાન્સિસ (18.3%) અને ડેટ સિક્યોરિટીઝ (17.2%) હતી. ડેટ સર્વિસ (મૂળ રકમ અને વ્યાજની ચૂકવણી) સપ્ટેમ્બર 2024ના અંતે વર્તમાન રસીદોના 6.7% હતી, જ્યારે જૂન ક્વાર્ટરમાં આ આંકડો 6.6% હતો.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: દેશના માથે સતત વધતું દેવું: 10 વર્ષમાં ત્રણ ગણું વધ્યું: હાલ દેવું વધીને 172 લાખ કરોડ

આ પણ વાંચો: સરકારનું કુલ દેવું રૂ. 147 લાખ કરોડે પહોંચ્યું, ત્રિમાસિક અહેવાલમાં આવ્યું બહાર

આ પણ વાંચો: હવે પાકિસ્તાનનું શું? 130 બિલિયન ડોલરનું થયું દેવું