#​​Ahmedabad/ રાજ્યમાં 35 સ્થળોએ ITનું મેગા સર્ચ ઓપરેશન, 170 કરોડના બેનામી વ્યવહાર ઝડપાયા

રાજ્યના શહેરોમાં ITએ મેગા સર્ચ ઓપરેશન અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં આવકવેરા વિભાગનો સપાટો બોલાવ્યો છે, રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિતના ઉદ્યોગપતિઓના 35 સ્થળોએ દરોડા, 170 કરોડના બેનામી વ્યવહારો જપ્ત કરવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad : અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં આવકવેરા વિભાગનો સપાટો બોલાવ્યો છે, રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિતના ઉદ્યોગપતિઓના 35 સ્થળોએ દરોડા, 170 કરોડના બેનામી વ્યવહારો અને 9 કરોડની મત્તા જપ્ત કરવામાં આવી છે.

આવકવેરા વિભાગે (IT) અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં એક સાથે દરોડા પાડીને ઉદ્યોગપતિઓને ચોંકાવી દીધા હતા. રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિતના જાણીતા ઉદ્યોગપતિઓના 35 જેટલા સ્થળો પર આવકવેરા વિભાગે તવાઈ બોલાવી હતી. આ દરોડા દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.

આવકવેરા વિભાગે(IT) ત્રણેય શહેરોમાં એકસાથે દરોડા પાડીને મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગ(IT)ને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ દરોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન 170 કરોડ રૂપિયાથી વધુના બેનામી વ્યવહારોનો પર્દાફાશ થયો છે. આવકવેરા વિભાગે(IT) દરોડા દરમિયાન 9 કરોડ રૂપિયાની રોકડ રકમ અને દાગીના જપ્ત કર્યા છે.દરોડા દરમિયાન 20 જેટલા પ્રાઇવેટ લોકર્સ પણ મળી આવ્યા હતા, જેમાંથી 9 લોકર્સને હજુ સીલ કરવામાં આવ્યા છે અને તેની તપાસ ચાલુ છે.

આવકવેરા વિભાગે સ્થળ પરથી મળેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ દરોડામાં અનેક મહત્ત્વના પુરાવા મળ્યા છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે. આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી કાળા નાણાં રાખનારાઓમાં ફફડાટ ફેલાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

આ પણ વાંચો:ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ

આ પણ વાંચો:મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર