Kutch News: ગાંધીધામ (Gandhidham) ખાતે કચ્છ (Kutch) જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને 12મું સમૂહ લગ્ન મહોત્સવનું ખાસ આયોજન કરાયું હતું. કચ્છ ક્ષત્રિય સમાજના લગ્ન મહોત્સવમાં 74 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્ન મહોત્સવ સમિતિ દ્વારા યુગલોને અંગદાન અને પર્યાવરણ જતન અંગે મહત્વ સમજાવામાં આવ્યું હતું તો સાથો સાથ નવદંપતીઓને અંગદાન માટે સંકલ્પ લેવડાવામાં આવ્યું હતું પર્યાવરણનું જતન થાય તે ઉદેશ્ય સાથે યુગલોઓને કરિયાવરમાં વૃક્ષોના રોપોઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી દરેક સમાજમાં અંગદાન અને પર્યાવરણના જતન માટે સારો સંદેશો પહોંચે.

સમૂહ લગ્ન મહોત્સવના મહત્વ અંગે વાત કરતા ક્ષત્રિય સમાજના અગ્રણી કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન મહોત્સવ દરેક સમાજમાં ખુબ ઉપયોગી નીવડે છે સમાજનો દરેક વર્ગ એક સમાન છે લગ્ન મહોત્સવ થકી સમાજમાં સદભાવનાનો સંદેશો જાય છે સમાજમાં જન્મેલ કોઈ માણસ ઉંચો કે નીચો નથી અને આગળ પાછળ નથી. તમામ એક જ હરોળમાં છે તેવો મેસેજ લગ્ન મહોત્સવમાં મળે છે. લગ્ન મહોત્સવ આયોજનના લીધે સમાજના સમય અને આર્થિક ખર્ચની ખુબ બચત થાય છે. દરેક સમાજોએ પ્રેરણા લઇ લગ્ન મહોત્સવના આયોજનને સાર્થક કરવાં જોઈએ.

આ લગ્ન મહોત્સવમાં પૂર્વ શિક્ષણમંત્રી અને ગુજરાત ક્ષત્રિય સમાજના ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મહિન્દ્રસિંહ સરવૈયા,ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
@મહેન્દ્ર મારૂ
આ પણ વાંચો:અંગદાનની ભાવુક ક્ષણ: કન્યાદાનનું સ્વપ્ન સેવતા પિતાએ બ્રેઇન્ડેડ દીકરી જીનલનું કર્યું અંગદાન
આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેગ પકડતું અંગદાન: આંકડો 500ને વટાવી ગયો
આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં અંગદાન બાદ સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી
