Bharuch news/ ભરૂચમાં ચા ની લારીમાં લાગી અચાનક આગ,ફાયર ટીમ પહોચી ઘટના સ્થળે

ભરૂચમાં ચા ની લારીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ  અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ નજીક એક ચાની લારીમાં અચાનક  આગ લાગી હતી.

Top Stories Gujarat

Bharuch News: ભરૂચમાં (Bharuch) ચા ની લારીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ  અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ નજીક એક ચાની લારીમાં અચાનક  આગ લાગી હતી. જેના કારણે મુખ્ય માર્ગ  અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લારીમાં આગ લાગતાં લારી ભડભડ સળગી ઉઠી હતી જેના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. બનાવને પગલે DPMC ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જેના કારણે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

થોડા દિવસ પહેલા આવીજ ઘટના ભરૂચના વોર્ડ નંબર 3માં આવેલ શક્તિનાથ મહાદેવ મંદિર પાસે બની હતી. સરકારી કોર્ટની દિવાલને અડીને આવેલા શ્રમિક પરિવારોના ઝૂંપડામાં અચાનક આગ ફાટી નીકળી હતી. અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓએ એક પછી એક 10 ઝૂંપડાઓને લપેટમાં લીધા હતા. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક રહીશો અને રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક કોર્પોરેટરો અને રહીશોએ તાત્કાલિક પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બે ફાયર એન્જિન સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઝૂંપડામાં રાખેલી ઘરવખરીનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટનાએ મજૂર પરિવારો માટે મોટી સમસ્યા સર્જી છે. વર્ષોથી અહીં રહેતા આ પરિવારોનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચમાં બંગલામાં ચાલતુ કુટણખાનું પકડાયુ, પોલીસે કરી બેની ધરપકડ

આ પણ વાંચો:ભરૂચમાં લેભાગુ અધિકારીઓની મિલીભગતમાં, મહિલાકર્મીની નોકરી દાવ પર

આ પણ વાંચો: ભરૂચના અંકલેશ્વરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત