World News : આફ્રિકન દેશ કોંગો (DRC) માં એક રહસ્યમય રોગે વિશ્વમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. આ ખતરનાક રોગ 3 બાળકોએ ચામાચીડિયા ખાધા પછી શરૂ થયો અને ત્યારબાદ કેસ ઝડપથી વધવા લાગ્યા. અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોના મોત થયા છે, અને દર્દીઓની સ્થિતિ એટલી ગંભીર છે કે તેમાંથી મોટાભાગના 48 કલાકની અંદર મૃત્યુ પામે છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં ખૂબ તાવ, ઉલટી અને આંતરિક રક્તસ્રાવનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે કારણ કે તપાસમાં ઇબોલા, મારબર્ગ અને યલો ફીવર જેવા વાયરસ મળ્યા નથી. WHO એ આ અંગે ચેતવણી જારી કરી છે.
કોંગોમાં રહસ્યમય રોગથી વિશ્વમાં ભયનો માહોલ
કોંગો (DRC) માં એક રહસ્યમય રોગે ચિંતા વધારી છે. આ રોગની માહિતી પ્રમાણે સૌપ્રથમ 3 બાળકોએ ચામાચીડિયા ખાધા ત્યારે દેખાયો, ત્યારબાદ તે ઝડપથી ફેલાવા લાગ્યો. આ રોગથી અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે અને કુલ 431 કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ જણાવ્યું હતું કે આ કેસ ઇક્વેટુર પ્રાંતના દૂરના ગામડાઓમાં જોવા મળ્યા હતા. આ રોગના લક્ષણોમાં ખૂબ તાવ, ઉલટી અને આંતરિક રક્તસ્રાવનો સમાવેશ થાય છે. સૌથી ખતરનાક માહિતી એ છે કે દર્દીઓ ફક્ત 48 કલાકમાં જ મૃત્યુ પામી રહ્યા છે. ડૉ. સર્જ ન્ગાલેબાટોએ જણાવ્યું હતું કે લક્ષણો દેખાયા પછી આટલા જલ્દી મૃત્યુ ખૂબ જ ચિંતાજનક છે. WHO આ રોગની તપાસ કરી રહ્યું છે, પરંતુ દૂરના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓના અભાવે પડકાર વધ્યો છે.
રોગનું કારણ શોધવા સંશોધન
સંશોધકોએ એક રહસ્યમય રોગમાં “હેમરેજિક ફીવર” જેવા લક્ષણો જોયા છે. આ લક્ષણો સામાન્ય રીતે ઇબોલા, મારબર્ગ અને યલો ફીવર જેવા ખતરનાક રોગોમાં જોવા મળે છે. પરંતુ અત્યાર સુધી કરવામાં આવેલા પરીક્ષણોમાં, આ વાયરસને આ રોગનું કારણ માનવામાં આવ્યા નથી. જેના કારણે તેનું વાસ્તવિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. WHO ના વૈજ્ઞાનિકોએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કોઈ નવો ચેપ છે કે કોઈ ઝેરી પદાર્થની અસર છે. નિષ્ણાતો કહે છે કે ગયા વર્ષે કોંગોમાં “ડિસીઝ એક્સ” ના કારણે 143 લોકો માર્યા ગયા હતા. એ સ્પષ્ટ છે કે નવા ચેપ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને તેમને રોકવા મુશ્કેલ બની રહ્યા છે.
પ્રાણીઓના રોગો મનુષ્યો સુધી કેમ પહોંચી રહ્યા છે ?
છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાતા રોગો જેને ઝૂનોટિક ડિસિઝ કહેવાય છે, તેમાં ઝડપથી વધારો થયો છે. WHOના અહેવાલ મુજબ, છેલ્લા 10 વર્ષમાં આવા રોગોમાં 60% નો વધારો થયો છે. આનું સૌથી મોટું કારણ જંગલોની નાબૂદી, પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો અને હવામાનમાં પરિવર્તન છે. આ કારણે માનવીઓ અને જંગલી પ્રાણીઓ વચ્ચેના આમના-સામના વધ્યા છે. કોંગો જેવા દેશોમાં નબળી આરોગ્ય સુવિધાઓ છે, જેના કારણે આ રોગ વધુ ફેલાઈ શકે છે. ત્યાં ઘણી જગ્યાએ લોકો જંગલી જાનવરોનું માંસ(બુશમીટ) ખાય છે, જેનાથી ઇબોલા, HIV અને SARS જેવા રોગોનું જોખમ વધે છે. WHO કહે છે કે આ રહસ્યમય રોગને રોકવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવા પડશે, જેથી તેને મહામારી બનતા રોકવો પડશે.
આ પણ વાંચો: આંખનો જીવલેણ રોગ જેમાં આઠ દિવસમાં દર્દીનું થઇ જાય છે મોત
આ પણ વાંચો: નવરાત્રિમાં ટેંટૂનો શોખ જીવલેણ રોગ નોતરી શકે છે
આ પણ વાંચો: “હવે કોરોના કરતા પણ મોટો અને જીવલેણ રોગચાળો આવવાનો છે”
