Bhavnagar News: ભાવનગર(Bhavnagar)માં ખાનગી લેબના કર્મચારીએ લાખો રૂપિયાની ચોરી કર્યાનું સામે આવતા લેબના માલિક હરદેવસિંહ ગોહિલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર શહેરમાં ખાનગી લેબ ફ્લેબો ટોમીસ્ટના કર્મચારી ઈમરાન પરમાર નામના કર્મચારીએ રૂપિયા 1.55 લાખની ઠગાઈ (Cheating) કરી છે. ઈમરાન પરમારે દર્દીના રિપોર્ટના 3 મહિનામાં રૂપિયા જમા કરાવ્યા નહતા. રૂપિયા અંગે હિસાબ માગતા કર્મચારીએ ઓનલાઈન પેમેન્ટ (Online Payment) થઈ ગયું છે તેમ કરી કંપની સાથે ઠગાઈ કરી હતી. માલિક હરદેવસિંહ ગોહિલને ઠગાઈનો અનુભવ થતાં શહેરના નિલમબાગ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ દાખલ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરમાં તબીબ સાથેની ઠગાઇમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં તબીબ સાથે રૂ. 50.89 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. છેતરપિંડીના આ કેસમાં આરોપીઓની ધરપકડનો આંક છ ઉપર પહોંચ્યો છે.ચાર મહિના પહેલા આ તબીબ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
જેમાં તબીબ પાસે રોકાણ કરાવીને વિશ્વાસ કેળવીને ઠગાઈ કરવામાં આવી હતી. તબીબને શેરબજારમાં રપિયા કમાવવાના બહાને રોકાણ કરાવવામાં આવ્યું હતું.હર્ષીલ ઉર્ફે બીટ્ટુ જનક દવે નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીનો જેલમાંથી કબજો મેળવ્યો હતો. બાદમાં તેને ભાવનગર લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:મહેસાણા : વાસણ ધોવાનું લિક્વિડ લેવા જતા મહિલા ઠગાઈ
આ પણ વાંચો:જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનેદારોએ અમદાવાદના વેપારી સાથે કરી 74 લાખની ઠગાઈ
આ પણ વાંચો:વડતાલ મંદિર ઠગાઈ મામલો, સ્વામિનારાયણ સંપ્રદાયના 3 આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર
