Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બીજેપી (BJP) નેતા અને ગુરેઝના ભૂતપૂર્વ અપક્ષ ધારાસભ્ય ફકીર મોહમ્મદ ખાને (Fakir Mohammad Khan) ગુરુવારે આત્મહત્યા (Suicide) કરી લીધી. તેણે પોતાના ઘરમાં જ ગોળી મારી હતી. માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ખાનનું મૃત્યુ આત્મહત્યાથી થયું છે. તેણે આ પગલું શા માટે લીધું તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
સરકારી બંગલામાં પૂર્વ ધારાસભ્ય લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા
તમને જણાવી દઈએ કે ફકીર મોહમ્મદની ગણતરી જમ્મુ-કાશ્મીર ભાજપના વરિષ્ઠ નેતાઓમાં થતી હતી. તેણે શ્રીનગરના ઉચ્ચ સુરક્ષા વિસ્તાર તુલસીબાગમાં ફાળવવામાં આવેલા સરકારી બંગલામાં પોતાને ગોળી મારી દીધી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ક્વાર્ટર નંબર 9A માં તેના એક PSOની સર્વિસ રાઇફલથી કથિત રીતે ગોળી મારીને તે લોહીના ખાબોચિયામાં પડેલો જોવા મળ્યો હતો.
ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા
ગયા વર્ષે યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ગુરેઝ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક અનામત છે. આ બેઠક પર નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર નઝીર અહેમદ ખાને જીત મેળવી હતી. જ્યારે ફકીર મોહમ્મદ ખાન બીજા ક્રમે રહ્યા હતા. આ સીટ પરથી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર નઝીર અહેમદ ખાનને 8378 વોટ મળ્યા જ્યારે મોહમ્મદ ખાનને 7246 વોટ મળ્યા.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં શંકાસ્પદ IED વિસ્ફોટ, 2 સૈનિકો શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના 25 ઠેકાણાઓ પર દરોડા, પોલીસની કાર્યવાહી
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરનું નામ હશે કશ્યપ? અમિત શાહે કરી મોટી જાહેરાત, જાણો તેનો રાજકીય અર્થ
