છત્તીસગઢમાં કોંગ્રેસના સભ્યો અને પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી.જેમાં ભારે વિરોધ પર ઉતરી આવેલા કોંગ્રેસના કાર્યકરોને અટકાવવા માટે પોલીસે થોડો બળપ્રયોગ પણ કરવો પડ્યો.અને ભારે જહેમત બાદ કોંગ્રેસી સભ્યોને કાબૂમાં લેવામાં આવ્યા.વિરોધ કરવાનું કારણ છત્તીસગઢમાં મંત્રીની સામે આવેલી કથિત સીડીનો મામલો છે.થોડા દિવસોથી એક સેક્સ કાંડની કથિત સીડી સામે આવી છે.જે સીડીમાં સરકારના મંત્રી રાજેશ મૂણત હોવાનો આરોપ થઈ રહ્યો છે.જો કે આ મામલાએ ચકચાર જગાવતા રમણસિંહ સરકારે આખે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.અને મંત્રી રાજેશ મૂણત આ સીડીને રાજકીય કાવતરું ગણાવી રહ્યા છે અને સીડી બનાવટી હોવાનું કહી રહ્યા છે.જો કે કોંગ્રેસના સભ્યો આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી રહ્યા છે.જેમાં સુપ્રીમ કોર્ટના સીટિંગ જજની અધ્યક્ષતામાં સીટ રચવા અને અને સીટ દ્વારા તપાસ કરાવવા માગ કરી રહ્યા છે.
Not Set/
જુઓ છત્તીસગઢમાં કોંગ્રેસના સભ્યો અને પોલીસ વચ્ચે શા કારણે ઘર્ષણ
છત્તીસગઢમાં કોંગ્રેસના સભ્યો અને પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી.જેમાં ભારે વિરોધ પર ઉતરી આવેલા કોંગ્રેસના કાર્યકરોને અટકાવવા માટે પોલીસે થોડો બળપ્રયોગ પણ કરવો પડ્યો.અને ભારે જહેમત બાદ કોંગ્રેસી સભ્યોને કાબૂમાં લેવામાં આવ્યા.વિરોધ કરવાનું કારણ છત્તીસગઢમાં મંત્રીની સામે આવેલી કથિત સીડીનો મામલો છે.થોડા દિવસોથી એક સેક્સ કાંડની કથિત સીડી સામે આવી છે.જે સીડીમાં સરકારના મંત્રી […]
