ગોસાઈ પુરવાના રહેવાસી વિશ્વનાથનો 8 વર્ષનો પુત્ર શિવા રસ્તાની એક બાજુ રમી રહ્યો હતો ત્યારે જ મંત્રીનો કાફલો રસ્તા પરથી પસાર થયો અને કાફલાની ગાડી સાથે ટકરાઈ તેનુ મોત થયુ. તો યુપી સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરના ગાડીઓના કાફલાની અડફેટે આવતા આ બાળક મોતને ભેટયો હતો આ ઘટના ઘટીગોન્ડા જિલ્લાના કરનેલગંજમાં ઘટી છે આ ઘટનાને પગલે ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકની લાશને રસ્તા પર મૂકીને પ્રદર્શન કર્યુ હતુ. ગ્રામજનોનો આરોપ છે કે મંત્રીનો કાફલો બાળકને ટક્કર મારીને જતો રહ્યો હતો તથા ગ્રામજનોનુ કહેવુ છે કે લોકો જવાબદાર અધિકારીને ઘટનાસ્થળે બોલાવવાની વાત કહી રહ્યા હતા ત્યારે પોલીસ બળજબરીપૂર્વક બાળકની લાશને હટાવવાનો પ્રયત્ન કરી રહી હતી. લગભગ એક કલાક પછી પોલીસ લાશને પોલીસ સ્ટેશન લઈ ગઈ.તો કરનેલગંજના પોલીસ અધિકારી સદાનન્દ સિંહે જણાવ્યુ કે આ ઘટના બાબતે કોઈ ખાસ જાણકારી મળી નથી અને જાણકારી મળ્યા બાદ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ તેમજ બાળકના મૃત્યુ બાદ મંત્રી વિરુદ્ધ FIR નોંધી છે. જો કે CM યોગીએ આ ઘટના બાબતે દુખ વ્યક્ત કર્યુ છે તેમજ પરિવારના લોકોને 5 લાખ રૂપિયા આપીને મદદ કરવાની જાહેરાત કરી છે.
Not Set/
યુપી સરકારના મંત્રીના કાફલાએ એક બાળકને અડફેટે લીધો
ગોસાઈ પુરવાના રહેવાસી વિશ્વનાથનો 8 વર્ષનો પુત્ર શિવા રસ્તાની એક બાજુ રમી રહ્યો હતો ત્યારે જ મંત્રીનો કાફલો રસ્તા પરથી પસાર થયો અને કાફલાની ગાડી સાથે ટકરાઈ તેનુ મોત થયુ. તો યુપી સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરના ગાડીઓના કાફલાની અડફેટે આવતા આ બાળક મોતને ભેટયો હતો આ ઘટના ઘટીગોન્ડા જિલ્લાના કરનેલગંજમાં ઘટી છે આ ઘટનાને […]
