Bhavnagar News/ ભાવનગરમાં સાસરિયાઓના ત્રાસથી યુવકનો આત્મહત્યાનો પ્રયત્ન

સામાન્ય રીતે લગ્ન પછી સ્ત્રીને દહેજથી લઈને વિવિધ કારણસર સતાવવામાં આવતી હોય છે, પરંતુ ભાવનગરમાં ઉલટુ જ બની રહ્યુ છે. અહીં સાસરિયાઓના ત્રાસથી પતિએ દવા ગટગટાવી હતી. પત્ની વારંવાર પતિ પાસે રૂપિયાની કડક ઉઘરાણી કરતી હતી.

Gujarat Others Breaking News

Bhavnagar News: સામાન્ય રીતે લગ્ન પછી સ્ત્રીને દહેજથી લઈને વિવિધ કારણસર સતાવવામાં આવતી હોય છે, પરંતુ ભાવનગરમાં ઉલટુ જ બની રહ્યુ છે. અહીં સાસરિયાઓના ત્રાસથી પતિએ દવા ગટગટાવી હતી. પત્ની વારંવાર પતિ પાસે રૂપિયાની કડક ઉઘરાણી કરતી હતી.

પત્નીની સાથે સાળી, સાસુસસરા પણ યુવક શાહરુખને ત્રાસ આપતા હતા. સાસરી પક્ષના લોકો વારંવાર ફોન કરીને પતિને ધમકાવતા હતા. મહિલાઓના કાયદાની બીક બતાવીને પતિને ધમકાવતા હતા. તેના પગલે કંટાળીને પતિ શાહરુખ મીરાએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.

તેણે વિડીયો બનાવી પોતાની આપવીતી કહીને દવા ગટગટાવી હતી. પાડોશીઓએ શાહરૂખને તાત્કાલિક સર ટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં તેની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે. ડોક્ટરો તેનો જીવ બચાવવા અથાક પ્રયત્ન કરી રહ્યા છે. જો તેનું મૃત્યુ થાય તો તેની પત્ની અને સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાઈ શકે છે.

આ અગાઉ પણ ભાવનગરમાં સાસરીયાના ત્રાસથી એક યુવકે આપઘાત (Suicide) કર્યો છે. ઈલિયાસ શેખ નામના 27 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પરિવારે યુવકના સાળા, સાળી સહિત અન્ય સામે આક્ષેપ કર્યા હતા.

ભાવનગરમાં ઈલિયાસ શેખ નામના 27 વર્ષના યુવકે આપઘાત કરતા પરિવારમાં શોક ફેલાયો હતો. હોદાનગર સ્નેહમિલન સોસાયટીમાં યુવક ભાડે રહેતો હતો. સાસરિયા દ્વારા છુટાછેડા માટે રૂપિયાની માંગણી કરાઈ હતી, એટલું જ નહીં, રૂપિયા નહીં આપતા યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ માલે સાસરીપક્ષ દ્વારા કોર્ટ-કચેરીમાં કેસ કરવામાં આવ્યા હતા. કોર્ટ કેસથી હેરાન થતાં તેમજ સાસરમાં સાળા, સાળી, સાસુ સહિતના ત્રાસથી કંટાળી અંતે યુવકે જીવન ટૂંકાવ્યું હતું. પરિવારે યુવકના સાળા, સાળી સહિત અન્ય સામે આક્ષેપ કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં કોરોનાના દર્દીએ કર્યો આપઘાત , સર ટી હોસ્પિટલના ત્રીજા માળેથી ઝંપલાવ્યું , રાત્રે બારીમાંથી છલાંગ લગાવી કરી આત્મહત્યા , કોરોનાની બિમારીથી તંગ થઈ કર્યો

આ પણ વાંચો: ભાવનગરમાં સાસરીયાના ત્રાસથી 27 વર્ષના યુવાને કર્યો આપઘાત

આ પણ વાંચો: ભાવનગરમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ