Bhavnagar News: ભાવનગર(Bhavnagar)માં સાસરીયાના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત (Suicide) કર્યો છે. ઈલિયાસ શેખ નામના 27 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પરિવારે યુવકના સાળા, સાળી સહિત અન્ય સામે આક્ષેપ કર્યા છે.
ભાવનગરમાં ઈલિયાસ શેખ નામના 27 વર્ષના યુવકે આપઘાત કરતા પરિવારમાં શોક ફેલાયો છે. હાદાનગર સ્નેહમિલન સોસાયટીમાં યુવક ભાડે રહેતો હતો. સાસરિયા દ્વારા છુટાછેડા માટે રૂપિયાની માંગણી કરાઈ હતી, એટલું જ નહીં, રૂપિયા નહીં આપતા યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ માલે સાસરીપક્ષ દ્વારા કોર્ટ-કચેરીમાં કેસ કરવામાં આવ્યા હતા. કોર્ટ કેસથી હેરાન થતાં તેમજ સાસરમાં સાળા, સાળી, સાસુ સહિતના ત્રાસથી કંટાળી અંતે યુવકે જીવન ટૂંકાવ્યું હતું. પરિવારે યુવકના સાળા, સાળી સહિત અન્ય સામે આક્ષેપ કર્યા છે.
અગાઉ કેશોદ તાલુકાના બાલાગામ ગામે કુસ્તી ટ્રેનરે ડિપ્રેશનમાં આવી જઈ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વિશાલ પ્રતાપભાઈ ચાવડા નામના આ યુવકે જીવન ટૂંકાવી લીધું હતું. જેને પગલે તેના પરિવાર પર આભ ફાટ્યું છે. આત્મહત્યા કરનાર યુવક બાલાગામ ખાતે સ્કૂલમાં કુસ્તી અને સ્પોર્ટ ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો.પોલીસે તપાસ હાથ ધરી યુવકે આત્મહત્યા કરી હોવાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી.
જેને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ યુવકની લાશને પેનલ પીએમ માટે જામનગર ખસેડવામાં આવી છે. આ સમગ્ર મામલે કેશોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.યુવકે સુસાઈડ નોટમાં શું લખ્યુ? ‘હું જે કરૂ છું એ મારી ઈચ્છાથી કરૂ છું મને કોઈથી કઈ પ્રોબલેમ નથી હું છેલ્લા કેટલાક સમયથી ડ્રિપેશનમાં હતો એટલે હું થાકી ગયો છે. ભાઈ Sorry મારે આ નોકરી નથી કરવી, મને હવે આગળ જીવવાની કંઈ ઈચ્છા નથી એટલે હું આવું કરું છું.
આ પણ વાંચો:જૂનાગઢમાં ગ્રામીણ કૃષિ બેંકના મેનેજરે કર્યો આપઘાત, પુત્રની યાદમાં ભર્યુ આકરૂં પગલું
આ પણ વાંચો:હું દુનિયાથી કંટાળી ગયો છું મારે શાંતિ જોઈએ છે’: કુસ્તી ટ્રેનરે સુસાઈડ નોટ લખી કેશોદમાં આપઘાત કર્યો