Gujarat Weather News: ગુજરાત(Gujarat)માં આગામી 24 કલાક લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર થશે. પશ્ચિમી વિક્ષેપો(Western Disturbance)ને કારણે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીથી આંશિક રાહત મળશે. રાજકોટના જસદણ પંથકમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) January 17, 2025

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. આ સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. દાસે વધુમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી 24 કલાક દરમિયાન અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:આજે ઠંડીનું જોર રહેશે, નલિયામાં સૌથી નીચું તાપમાન
આ પણ વાંચો:કેવી જશે ગુજરાતવાસીઓની ઉત્તરાયણ, શું કહ્યું અંબાલાલ પટેલે…
આ પણ વાંચો:રાજ્યના હવામાનમા આવશે બદલાવ, ઠંડી ઘટશે, છાંટા થવાની શક્યતા
