Gandhinagar News: રાજ્યમાં બદલી અને બઢતીનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે 16 IASની બદલીના આદેશ કરાયા છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર, પાટણ અને મહિસાગરના કલેકટર સહિત 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાની ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશનર પદે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મ્યુનિસિપલ કમિશનર અને મેયર પિંકીબેન સોની વચ્ચે વિવાદ થયો હતો. કમિશનરે એવો આરોપ લગાવ્યો હતો કે તેમણે બેઠકમાં મેયર સાથે વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી ન હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરને પણ મહિસાગર જિલ્લા કલેક્ટર પદે બદલી કરવામાં આવી છે.


ઉલ્લેખનિય છે કે ગતરોજ ગુજરાત પોલીસ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટરોની તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જેમાં કુલ 182 જેટલા કર્મીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જેમા મોટા ભાગના પોલીસ કર્મીઓની બદલી જાહેરહિત માટે કરવામાં આવી હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદ CP નો આકરો મિજાજ : શહેરના 28 PIની કરી આંતરિંક બદલી
આ પણ વાંચો:હિટ એન્ડ રન મામલે પોલીસ કમિશનરની આકરી પ્રતિક્રિયા, ગેરશિસ્ત ભરેલી કામગીરી માટે 3 ASIની બદલી
