Dwarka News: દેવભૂમિ બેટ દ્વારકા (Devbhumi Beyt Dwarka)ના બાલાપોર (Balapore) વિસ્તારમાં તાજેતરમાં એક મેગા ગેરકાયદેસર ડિમોલિશન (Demolition) ઝુંબેશ દરમિયાન, ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું, દટાઈ ગયેલું હનુમાનનું મંદિર મળી આવ્યું હતું. સ્થાનિક વરિષ્ઠ નાગરિકો સાથે પૂછપરછ કર્યા પછી, એવું બહાર આવ્યું કે ગેરકાયદેસર અતિક્રમણને કારણે મંદિરનું પતન થયું હતું અને ત્યજી દેવામાં આવ્યું હતું. જોકે, સદભાગ્યે ગુજરાત પોલીસે મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે પહેલ કરી છે. હનુમાન જયંતી (Hanuman Jayanti)ના શુભ અવસર પર મંદિરને લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક વારસો અને આધ્યાત્મિકતાનો એક ભાગ જીવંત થાય.
During a recent mega illegal demolition drive in the Balapor area of Devbhoomi Bet Dwarka, a small, forgotten Hanuman temple was discovered hidden among the grasslands. After inquiring with local senior citizens, it was revealed that demographic changes and illegal encroachments… pic.twitter.com/fMQH6yZfhK
— Harsh Sanghavi (@sanghaviharsh) April 13, 2025
અગાઉ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ (Encroachment) સામે ફરી દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. દ્વારકા દબાણ દૂર ન કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ આજે નામદાર હાઈકોર્ટ દ્વારા આ તમામ અરજીઓ ફગાવામાં આવી હતી. તેથી દબાણ દૂર કરવાનો રસ્તો સાફ થયો હતો. આથી આજે દ્વારકામાં વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે દરિયા કિનારે કબ્રસ્તાનની જમીન પર કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. પીટીશનમાં અરજદાર દ્વારા આ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો. જે દાવા અન્વયે આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજદારની તમામ દલીલોને ફગાવી પીટીશનને પણ ફગાવી દેવામાં આવી છે. જે અનુસંધાને તંત્ર દ્વારા આજે બેટ દ્વારકાના બાલાપર ગામે આ તમામ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:દ્વારકા બાલાપર ગામમાં મોટાપાયે ડિમોલિશન હાથ ધરાયું, ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર….
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે દ્વારકા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી ફગાવી
આ પણ વાંચો:દ્વારકા બાલાપર ગામમાં મોટાપાયે ડિમોલિશન હાથ ધરાયું, ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર….
