Karnataka News:કર્ણાટક(Karnataka)ના હુબલી(Hubli)માં, 5 વર્ષની બાળકી પર બળાત્કાર(Rape)નો પ્રયાસ કર્યા પછી તેની હત્યા કરનાર આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો. આરોપીની ઓળખ રક્ષિત ક્રાંતિ તરીકે થઈ હતી. આરોપી કથિત રીતે છોકરીને એક શેડમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે છોકરીએ એલાર્મ વગાડ્યો, ત્યારે નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા. જોકે, આ પહેલા આરોપીએ છોકરીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને ભાગી ગયો હતો.
સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી હતી. CCTV કેમેરામાં આરોપી છોકરીને ઘરની સામે રમતી વખતે ઉપાડીને લઈ જતો જોવા મળ્યો હતો.
હુબલી પોલીસે કઈ માહિતી આપી?
હુબલી પોલીસ કમિશનર શશિ કુમારે જણાવ્યું હતું કે જ્યારે પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો અને તેમના પર હુમલો કર્યો. જેના જવાબમાં પોલીસે બે રાઉન્ડ ગોળીઓ ચલાવી, જેમાંથી એક આરોપીના પગમાં અને બીજી પીઠમાં વાગી. આ હુમલામાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને અન્ય બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે કિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે જ્યારે 35 વર્ષીય રક્ષિત ક્રાંતિની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે બિહારની રાજધાની પટનાનો રહેવાસી છે. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.પોલીસે માહિતી આપી હતી કે રક્ષિત છેલ્લા બે-ત્રણ મહિનાથી શહેરના વિવિધ સ્થળોએ ફરતો હતો. તે બાંધકામ સ્થળો અને હોટલોમાં કામ કરતો હતો. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. રક્ષિતના ઠેકાણા વિશે વધુ માહિતી એકત્રિત કરવા માટે પોલીસે એક ટીમ પટના મોકલી છે.
આ પણ વાંચો:કર્ણાટકના મંત્રી લક્ષ્મી હેબ્બાલકરની કારને થયો અકસ્માત, મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો:કર્ણાટકમાં મહિલાએ પતિના શરીરના બે ટુકડા કર્યા, પોલીસને કહ્યું- ‘માફ કરજો, મે જ માર્યો છે’
આ પણ વાંચો:કર્ણાટક પોલીસ પર ભાજપે (BJP) સીટી રવિને કસ્ટડીમાં ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો
