Surat News/ સુરતમાં કરોડો રૂપિયાના વીમો પકવવાના કૌભાંડનો પર્દાફાશ

સુરતમાં પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું વીમો પકવવાનું કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat)માં પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલ (Hospital)માં હાર્ટએટેકનાં ખોટા રિપોર્ટ જનરેટ કરી રૂપિયા 5 કરોડનું વીમો (Mediclaim) પકવવાનું રેકેટ ઝડપાયું છે. હોસ્પિટલનાં ડોક્યુમેન્ટ્સનું ક્રોસ વેરિફિકેશન કરતાં ભાંડો ફૂટ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે બે મહિલા સહિત 10 સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતમાં પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું વીમો પકવવાનું કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હાર્ટએટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી કરોડો પડાવ્યા છે. વીમો પકવવા પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલના નામે ખેલ ખેલાયો છે. ખોટા રિપોર્ટ થકી રૂપિયા 5 કરોડનો વીમો પકવવાનું રેકટ ઝડપાયું છે. ખોટા રિપોર્ટ, ખોટા સિક્કા અને તબીબોની સહીઓ પણ બોગસ નીકળતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે.

વીમા કંપનીએ દર્દીઓના ડોક્યુમેન્ટ્સનું ક્રોસ વેરિફિકેશન કરતા કૌભાંડ બહાર આવ્યું છે. તપાસમાં સામે આવ્યું હતું કે, દર્દીઓએ હૃદય રોગના લક્ષણો સાથે માત્ર પ્રાથમિક સારવાર લીધી હતી. ખોટા રિપોર્ટ જનરેટ કરી રૂપિયા 5.52 કરોડ ઉસેટી લેવાનો પ્લાન વીમા કંપનીએ નાકામ કર્યો છે. 5 વીમા કંપની પાસે ખોટા રિપોર્ટ દ્વારા ક્લેમ કરવામાં આવ્યો હતો. વીમા કંપનીએ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો હતો. 10 પૈકી 8 દર્દી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં મળી આવ્યા હતા. સુરતની કાપોદ્રા પોલીસે બે મહિલા સહિત 10 સામે ગુનો નોંધ્યો છે.

નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં ડાયમંડ હોસ્પિટલમાં સારલાર લઈ ચુકેલા 4 દર્દીઓએ 1 કરોડ, 50 લાખ, 49.50 લાખના વીમા ક્લેમ કર્યા હતા. વીમા કંપનીઓએ દાવાઓની ચકાસણીમાં ગેલફેલ દેખાતા શંકાના આધારે ઊંડી તપાસ શરૂ કરી હતી. દર્દીઓના જે તે એટેચ કરેલા રિપોર્ટની ખરાઈ કરતા માલૂમ પડ્યું કે તે હોસ્પિટલમાં કાઢવામાં જ નહોતા આવ્યા. તબીબોના સહી-સિક્કા બોગસ જણાતા હોસ્પિટલમાં 2.49 કરોડનું વીમા ફ્રોડ અંગે પોલીસ તપાસ કરી રહી હતી. વધુમાં પીપી સવાણી હોસ્પિટલમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. પીપી સવાણી હાર્ટ ઈન્સ્ટિટ્યુટમાં 6 દર્દીઓ દ્વારા 3.3 કરોડનો મેેડિક્લેમ પકવવાની કોશિશ થઈ હતી. કાપોદ્રા પોલીસે બંને હોસ્પિટલોનાં સંચાલકોની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી હતી.

તાજેતરમાં રાજકોટ (Rajkot)માં બોગસ રીતે મેડિક્લેમ (Mediclaim) પકવવાના કૌભાંડ (Scam)નો પર્દાફાશ કરવામાં થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દર્દી મયુર છુંછાર જે દેવામાં ડૂબેલો હતો, તેણે ડૉ. અંકિત સાથે મળીને આ યોજના ઘડી હતી અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને 40 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો. જેમાંથી, મેડિક્લેમ પાસ થયા બાદ ડૉ. અંકિતને 10 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. જ્યારે નકલી મેડિકલ રિપોર્ટ તૈયાર કરવા માટે 5000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી અને તેમને રિમાન્ડ પર લેવા માટે કાર્યવાહી કરી રહી છે.

ડાયમંડ હોસ્પિટલમાં વીમો ક્લેઇમ કરનાર આરોપી,  રકમ

નયન ધીરૂ દેસાઇ 50 લાખ રૂપિયા

જીગદીશ લાલજી કાછડિયા 49.50 લાખ રૂપિયા

ઘનશ્યામ ગોવિંદ પેઘડિયા 49.50 લાખ રૂપિયા

અરુણાબેન સાગર ભટ્ટ 1 કરોડ રૂપિયા

પી.પી. સવાણી હોસ્પિટલમાં વીમો ક્લેઇમ કરનાર આરોપી,  રકમ

કેતન બાબુ ઢોલરીયા 49.90 લાખ રૂપિયા

જયાબેન ધીરુ ચોડવડિયા 29 લાખ રૂપિયા

બિપીન દેવરાજ ભંડેરી 1.10 કરોડ રૂપિયા

કમલેશ લાલજી સુહાગીયા 15 લાખ રૂપિયા

સતીષ મધુ ધડુક 50 લાખ રૂપિયા

પ્રતીક અરવિંદ વઘાસિયા 50 લાખ રૂપિયા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વીમા કંપની સાથે ફ્રોડ કરનારનો હવે પોલીસ ઉતારશે ‘વીમો’

આ પણ વાંચો:સિંગલ પેરેન્ટ માટે જીવન વીમો કેમ જરૂરી બની જાય છે, જાણો વીમા લેવાના ફાયદા

આ પણ વાંચો:સ્વાસ્થ્ય વીમો ખરીદનારાઓને મોટો ફાયદો,  હવે દરેક હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે કેશલેસ ઈલાજ