Rajkot News: રાજકોટ (Rajkot)માં અંજલી રૂપાણી પોતાનો જન્મદિવસ ઉજવતાં વિવાદમાં આવ્યા છે. ભાજપ મહિલા મોરચાએ જન્મદિવસ ઉજવી સોશિયલ મીડિયા (Social Media)માં ફોટા પોસ્ટ કરતા લોકોએ ઘેરી લીધા છે.
22 એપ્રિલનાં રોજ પહેલગામ હુમલામાં નિર્દોષ ભારતીયોનાં મોતમાં દેશ માતમમાં ગરકાવ થયો છે ત્યારે રાજકોટમાં ભાજપ અગ્રણી અંજલી રૂપાણીનાં જન્મદિવસે ભાજપ મહિલા મોરચાએ કેક કાપી જન્મદિવસ ઉજવી ફોટો-વીડિયો પોસ્ટ કર્યો હતો. મહિલા મોરચાએ કિસાનપરા ચોકમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અંજલી રૂપાણીનાં ઘરે પહોંચ્યા હતા. અંજલી રૂપાણીએ હસતા ચહેરાએ કેક કાપી બર્થ ડે સેલિબ્રેશન કર્યુ હતું. રાજકોટ શહેરમાં ગઈકાલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, સાથે પાકિસ્તાન તેમજ આતંકવાદનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે આતંકવાદીઓએ પહેલગામ (Pahalgam)માં પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા અને 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ઘણા રાજદ્વારી પગલાં લેવામાં આવ્યા છે. સિંધુ જળ સંધિ અટકાવી દેવામાં આવી છે, વિઝા રદ કરવામાં આવ્યા છે અને રાજકારણીઓને ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:પહેલગામ હુમલાનું હમાસ કનેક્શન… ઇઝરાયલે શું કહ્યું, તે ભારત-પેલેસ્ટાઇન સંબંધોને અસર કરશે
આ પણ વાંચો:જો કોઈ વિમાન પાકિસ્તાનમાંથી પસાર થયું તો…! શાહબાઝ સરકારે ભારતને આપી મોટી ચેતવણી
