Not Set/ આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી-કલમ 35A બંધારણીય રીતે યોગ્ય કે નહી?

કલમ 35A બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં તે વિશે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. કલમ 35A સાથે જોડાયેલા કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એક અરજી ‘વી ધ સિટીઝન્સ’ એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. બીજી અરજી ચારુવલી ખન્ના દ્વારા દાખલ કરવામાં આવી છે. ચારુવલી ખન્નાએ કલમ 35A અને તેના સેક્શન-6ને […]

India

કલમ 35A બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં તે વિશે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. કલમ 35A સાથે જોડાયેલા કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એક અરજી ‘વી ધ સિટીઝન્સ’ એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. બીજી અરજી ચારુવલી ખન્ના દ્વારા દાખલ કરવામાં આવી છે. ચારુવલી ખન્નાએ કલમ 35A અને તેના સેક્શન-6ને પડકાર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરના ન હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરનાર છોકરી અને તેના બાળકોને કલમ 35Aનો ફાયદો નથી મળતો. તેમનું એવું પણ કહેવું છે કે, કલમ 370 અને 35A બંધારણમાં આપવામાં આવેલી સમાનતાનું ઉલ્લંઘન કરે છે. આ કલમના કારણે કાશ્મીર બહારનો વ્યક્તિ ત્યાં કોઈ મિલકત્ત ખરીદી પણ નથી શકતો અને તે સરકારી નોકરી પણ મળતી નથી. તે લોકો સ્થાનિક ચૂંટણીમાં પણ ભાગ લઈ શકતા નથી. જોકે એનજીઓ ‘વી ધ સિટીઝન્સ’ તરફથી આપવામાં આવેલી અરજીમાં ઘણી કલમોને નાબૂદ કરવાનું કહેવામાં આવ્યું છે.