Gold Jewelry: ઘણા રત્નો સોનાની વીંટી (Gold Ring) અથવા ચેઈન (Gold chain)માં સેટ કરીને પહેરવામાં આવે છે. સોનાનો સંબંધ ગુરુ ગ્રહ (Jupiter planet) સાથે માનવામાં આવે છે. આ ધાતુમાંથી બનેલી વીંટી કે ઘરેણાં પહેરવાથી માત્ર શારીરિક લાભ જ નથી મળતો પણ સુખ અને સમૃદ્ધિ (Peace and Prosperity)માં પણ વધારો થાય છે. સોનું પહેરવાના કેટલાક નિયમો છે. રત્નશાસ્ત્ર અનુસાર, યોગ્ય પદ્ધતિ અને શુદ્ધિકરણ પછી સોનું (Gold) પહેરવું ફાયદાકારક છે. ચાલો જાણીએ કે સોનું પહેરતી વખતે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સોનું પહેરતા પહેલા જાણી લો આ 10 મહત્વપૂર્ણ બાબતો
કહેવાય છે કે સોનું દરેકને શોભતું નથી. તેથી સોનું પહેરતા પહેલા જ્યોતિષી અથવા જન્માક્ષર નિષ્ણાતની સલાહ લો. ધ્યાનમાં રાખો કે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તપાસ્યા પછી જ સોનું પહેરવું જોઈએ.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, રવિવાર, ગુરુવાર, બુધવાર અને શુક્રવારે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે.
અખાત્રીજ જેવા શુભ દિવસોમાં પણ સોનું પહેરી શકાય છે .
સોનાને પહેરતા પહેલા તેને શુદ્ધ કરો. સોનાને ગંગાજળ અને કાચા ગાયના દૂધના મિશ્રણમાં થોડી વાર પલાળી રાખો. પછી તેને સાફ કરો અને ભગવાન વિષ્ણુના ચરણોમાં મૂકો. પૂજા કર્યા પછી તેને પહેરો.

એકાગ્રતા વધારવા માટે, તર્જની આંગળી પર સોનાની વીંટી પહેરો.
સંતાન પ્રાપ્તિ માટે, વ્યક્તિએ અનામિકા આંગળીમાં સોનું પહેરવું જોઈએ.
જો તમને પેટ કે સ્થૂળતા સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે સોનું પહેરવાનું ટાળવું જોઈએ.
સોનાના ઘરેણાં મોટાભાગે કમરના ઉપરના ભાગમાં પહેરવામાં આવે છે.
જમણા હાથમાં સોનું પહેરવું શુભ માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ કોલસો, લોખંડ અને શનિ સંબંધિત વ્યવસાયમાં સામેલ હોય તો તેણે સોનું પહેરવાનું ટાળવું જોઈએ.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:અખાત્રીજનાં દિવસે ઉજવાય છે ભગવાન પરશુરામનો જન્મદિવસ
આ પણ વાંચો:શુક્ર આજથી નક્ષત્ર બદલશે, 3 રાશિનાં જાતકોએ પારિવારિક જીવનમાં રાખવી પડશે સાવધાની
આ પણ વાંચો:અખાત્રીજ પર બનવા જઈ રહ્યો છે શક્તિશાળી યોગ, આ ઉપાયોથી ચમકશે તમારૂં ભાગ્ય
