Gandhinagar News/ સુરત બાદ ગાંધીનગરમાં ગોલ્ડ ATMની શરૂઆત, MLAના હસ્તે કરાયું ઉદ્ધાટન

ગાંધીનગર સેક્ટર 2માં આવેલા ચાર્વેદ કોમ્પલેક્સમાં ગોલ્ડ ATM શરૂ કરવામાં આવ્યું છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગાંધીનગર (Gandhinagar)માં MLA રીટાબેન પટેલના હસ્તે રાજ્યનું બીજું ગોલ્ડ ATM (Gold ATM)નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. ATM મારફતે 1 થી 25 ગ્રામ સુધી સોના-ચાંદીનાં સિક્કાની ખરીદી કરી શકાશે.

ગાંધીનગર સેક્ટર 2માં આવેલા ચાર્વેદ કોમ્પલેક્સમાં ગોલ્ડ ATM શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલનાં હસ્તે ગોલ્ડ ATM શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ભાજપના કેતન પટેલ સહિત અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ATM મારફતે લોકો 1 થી 25 ગ્રામ સુધીના સોનાનાં સિક્કાની ખરીદી કરી શકશે. ઉપરાંત, UPI, ઓનલાઈન બેન્કિંગ કે ક્રેડિટ કાર્ડથી ચુકવણી પણ કરી શકશે.

MLAએ જણાવ્યું હતું કે, સોના-ચાંદીનું આપણા દેશમાં, સમાજમાં વિશેષ મહત્વ છે, શુભ પ્રસંગે સોનું ખરીદવાની પણ પરંપરા છે, રાત્રે કે વહેલી સવારે જ્વલેર્સની દુકાનો બંધ હોય ત્યારે 24 કલાક પૈસા ઉપાડી શકાય તેમ સોનું ખરીદી શકાય તેની સુવિધા ઊભી કરવામાં આવી છે. તાજેતરમાં સુરતમાં ગોલ્ડ ATM ખુલ્લું મૂકાયું હતું. જેમાં 1 થી 20 ગ્રામ સુધીના સોનાનાં સિક્કા ખરીદી શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભક્તોને મળશે ‘ગોલ્ડ લોકેટ’, આ મંદિરે શરૂ કરી અનોખી યોજના

આ પણ વાંચો:ટ્રમ્પનું ‘ગોલ્ડન વિઝા’ સુપરહિટ! એક જ દિવસમાં 1000 કાર્ડ વેચાયા, દરેક કાર્ડની કિંમત 43 કરોડ રૂપિયા હતી

આ પણ વાંચો:બોલો હવે યુટ્યુબના સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન પણ નકલી! કારીગર3500માં ઘરે બેઠા કરી આપેછે બટનની ડિલીવરી