Defence news ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે પહલગામ હુમલા (attack) પછી તંગદિલી સર્જાઈ છે. બંને વચ્ચે યુદ્ધ (war) ના ભણકારા વાગી રહ્યા છે. તો બંને દેશોની સેના (army) ની તુલના કરવામાં આવે તો ભારત પાસે સૈન્ય સંસાધનો, પ્રશિક્ષણ, અને રણનિતિ તેમજ ભૌગોલિક કારણો પર ધ્યાન આપવું આવશ્યક છે. ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે જમીન આસમાનનું અંતર છે.
1) ટેંક અને બખ્તર ગાડીઓ
ભારતીય સેના; ભારત પાસે લગભગ 4,614 ટેન્ક છે. જેમાં મુખ્યત્વે ટી-90 ભીષ્મ, અર્જુન એમકે-1એ, અને ટી-72 શામેલ છે. તે સિવાય 1,51,248 જેટલી બખ્તરબંધ ગાડીઓ ભારતની યુદ્ધ ગતિશીલતાને વધારે છે. ડીઆરડીઓ દ્વારા વિકસિત માનવરહિત યુદ્ધ વાહન (ugv) રેગિસ્તાની યુદ્ધ માટે તૈયાર છે. જે પાકિસ્તાન સાથે યુદ્ધમાં પશ્ચિમ સીમા પર ઘણા ઉપયોગી સાબિત થશે.
પાકિસ્તાની સેના; પાકિસ્તાન પાસે 3,742 ટેન્ક આવેલા છે. જેમાં અલ ખાલિદ, ટી-80 યૂડી અને જૂના ટી-59/69 મોડેલ પણ શામેલ છે. બખ્તરબંધ ગાડીઓની સંખ્યા ભારતની તુલનાએ ઘણી ઓછી છે. પાકિસ્તાને છેલ્લા ઘણા વર્ષોમાં ઘણુ આધુનિકીકરણ કર્યું છે. પરંતુ તે ભારતની તુલનામાં ઓછું છે. જો યુદ્ધ થશે તો ભારતની જીતની પ્રબળ શક્યતા છે.
2)સિપાહીઓની સંખ્યા અને પ્રશિક્ષણ
ભારતીય સેના; ભારતીય સેનામાં 14.4 લાખ સક્રિય સૈનિકો છે. જે ભારતને દુનિયાની બીજી સૌથી મોટી સેના બનાવે છે. પરંતુ થળ સેનામાં 12.48 લાખ સૈનિકો શામેલ છે. ભારતીય સેનાનું પ્રશિક્ષણ વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ પર આધારિત તૈયાર કરવામાં આવ્યું છે. ભારતના વિશેષ દળો જેવા કે, પેરા કમાન્ડો અને ગોરખા રેજિમેન્ટ પોતાની ઉચ્ચ પ્રશિક્ષણ ગુણવત્તા અને યુદ્ધ શૈલી માટે જાણીતા છે.
પાકિસ્તાની સેના: પાકિસ્તાની સેનામાં લગભગ 6.5 લાખ સક્રિય સૈનિકો આવેલા છે. આ સેના કોઈ પણ કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પ્રશિક્ષિત છે. સવિશેષ રુપે કાશ્મીર અને અફઘાનિસ્તાનના સીમા વિસ્તારોમાં ગુરિલ્લા યુદ્ધ શૈલી માટે, જોકે, આંતરિક સુરક્ષા પડકારો તેની ક્ષમતાને પ્રભાવિત કરે છે. સૈનિકોની સંખ્યા અને પ્રશિક્ષણમાં ભારતનો જ લાભ છે.
3) આર્ટિલરી
ભારતીય સેનાની આર્ટિલરી; ભારત પાસે લગભગ 3,975 ટોડ આર્ટિલરી પીસ, 100 સ્વચાલિત આર્ટિલરી યુનિટ અને 264 મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (MLRS) આવેલા છે. જેમાં પિનાકા અને સ્મર્ચ જેવી સ્વદેશી એટીએજીએસ (એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ) અને ધનુષ તોપ યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી છે.
પાકિસ્તાની સેના: પાકિસ્તાન પાસે પણ નોંધનીય તોપખાનું આવેલું છે. જેમાં તેમની પાસે એમ109 સ્વચાલિત તોપ અને ચાઈનીઝ રોકેટ સિસ્ટમ પણ શામેલ છે. હાલમાં થયેલા અભ્યાસ (હૈમર સ્ટ્રાઈક) લાંબી દૂરીની પ્રેસિજન આર્ટિલરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય તોપખાનાની ક્ષમતા સંખ્યા અને ટેક્નોલોજીના મુકાબલે પાકિસ્તાનથી યોગ્ય છે. ભારત પાસે પિનાક જેવી સ્વદેશી અને એડવાન્સ્ડ તોપ છે જે ભારતને યુદ્ધમાં જીત અપાવવા સક્ષમ છે.
4) બંને સેનાઓની રણનીતિ
ભારતીય સેના: ભારતની કોલ્ડ સ્ટાર્ટ રણનીતિ તેજ અને સીમિત હુમલાઓ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. જે પાકિસ્તાનને ઉંડાણમાં તરત હુમલો કરવાની કાર્યવાહીમાં વેગ છે. ભારતીય સેના પાસે કારગિલ યુદ્ધ,ઉરી અને બાલાકોટ જેવા ઓપરેશન્સને સિદ્ધ કરવાનો અનુભવ છે. ડ્રોન અને સાઈબર યુદ્ધમાં ભારતની પ્રગતિ ( જેમ કે, શેષનાગ-150 યૂએવી) તેને યુદ્ધમાં ભારતને તાકાત આપે છે.
પાકિસ્તાની સેના: પાકિસ્તાનની રણનીતિ રક્ષાત્મક અને ગેરિલ્લા યુદ્ધ પર આધારિત છે. ઉલ્લેખનીય રીતે કાશ્મીરમાં, હાલના યુદ્ધ અભ્યાસમાં મલ્ટીરોલ ફાઈટર જેટ, હુમલાખોર હેલિકોપ્ટર અને નવી એન્જિનિયરિંગ ક્ષમતાઓનો ઉપયોગ દર્શાવ્યો છે. જોકે દેશમાં ચાલી રહેલી આંતરિક અસ્થિરતા અને આર્થિક સંકટ આ દેશની લાંબા ગાળાની તૈયારીઓને પ્રભાવિત કરે છે. ભારતની આક્રમક અને ટેક્નોલોજિકલ રુપથી શ્રેષ્ઠ રણનીતિ તેને યુદ્ધમાં લાભ આપશે. જ્યારે પાકિસ્તાનની રક્ષાત્મક રણનીતિ સીમિત સંસાધનો પર નિર્ભર રહેલી છે.
5) ભૌગોલિક અને આર્થિક પરિબળો
ભારત: ભારતનું અર્થતંત્ર અને સંરક્ષણ બજેટ પાકિસ્તાન કરતા અનેક ગણું મોટું છે, જે આધુનિકીકરણ અને લાંબા ગાળાના યુદ્ધને સમર્થન આપે છે. ભૌગોલિક રીતે, ભારતનું કદ અને ઊંડાણ તેને વ્યૂહાત્મક ફાયદો આપે છે.
પાકિસ્તાન: આર્થિક કટોકટી અને આંતરિક અસ્થિરતા (બલુચિસ્તાન, તાલિબાન) પાકિસ્તાનની સેનાને નબળી પાડે છે. મર્યાદિત ભૌગોલિક ઊંડાઈ ભારત માટે હુમલો કરવાનું સરળ બનાવે છે.
6) લોજિસ્ટિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ભારતીય સેના: ભારત પાસે 6.37 મિલિયન કિમીનું રોડ નેટવર્ક,65,554 કિમીની રેલ્વે અને 311 એરપોર્ટ્સ આવેલા છે. 1.859 મર્ચન્ટ નેવી જહાજ અને 56 પોર્ટ્સ લોજિસ્ટિક્સને મજબૂતી પ્રદાન કરે છે.
પાકિસ્તાની સેના: પાકિસ્તાનની પાસે 264.175 કિમીનું રોડ નેટવર્ક, 11,881 કિમીની રેલ્વે અને 116 એરપોર્ટ્સ આવેલા છે. ફક્ત 60 મર્ચન્ટ નેવી જહાજ અને 3 પોર્ટ્સ પર લોજિસ્ટિક્સની ક્ષમતા પર નિર્ભર છે. ભારતનું લોજિસ્ટિક્સ નેટવર્ક પાકિસ્તાનની તુલનામાં ઘણું વ્યાપક અને મજબૂત છે. જે લાંબા યુદ્ધ માટે નિર્ણાયક સાબિત થશે.
7) તાજેતરની ઘટનાઓ અને તણાવ
પહેલગામ હુમલા (22 એપ્રિલ 2025) પછી, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભારતને કડક જવાબ આપવાની ચેતવણી આપી હતી. તેમના ઉશ્કેરણીજનક નિવેદનો (કાશ્મીરને “પાકિસ્તાનની ગળાની નસ” કહેવાથી) તણાવ વધી ગયો છે. બીજી બાજુ, ભારતે રાજદ્વારી અને લશ્કરી વિકલ્પો અપનાવ્યા છે (જેમ કે સિંધુ જળ સંધિ સસ્પેન્શન), જે તેની વ્યૂહાત્મક ઊંડાઈ દર્શાવે છે.
આ પણ વાંચો: જમ્મુના ડોડામાં આતંકવાદી હુમલામાં રાજનાથસિંહે આર્મી ચીફને કડક કાર્યવાહી કરવાનો આપ્યો આદેશ
આ પણ વાંચો: ચીનના અતિક્રમણનો ભારતીય લશ્કરે બહાદુરીથી જવાબ આપ્યોઃ રાજનાથસિંહ
આ પણ વાંચો: તવાંગ મુદ્દે મોદીએ બોલાવી બેઠકઃ રાજનાથસિંહ સંસદમાં કરશે નિવેદન
