Vadodara News/ વડોદરામાં જૂથ અથડામણ થતા પથ્થરમારો : 100 નંબર ડાયલ કરવા થતા પોલીસ ન આવી, મહિલા મહિલા લોહીલુહાણ હાલતમાં સ્ટેશને પહોંચી

આ બનાવમાં એક મહિલાનું માથુ ફૂટતા લોહીલુહાણ હાલતમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી

Gujarat Vadodara

Vadodara News : વડોદરામાં ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પથ્થરમારો થયો હતો. આ બનાવની વિગત મુજબ વડોદરાના નાની બાપોદ વિસ્તારમાં ગઇકાલે 11 મેના રોજ રાત્રે અગાઉના ઝઘડાને પગલે માળી સમાજના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેને પગલે  સ્થાનિકોએ 100 નંબર પર ફોન કરવા છતાં પોલીસ સ્થળે પહોંચી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ બનાવમાં એક મહિલાનું માથુ ફૂટતા લોહીલુહાણ હાલતમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. અહીં મહિલાએ રોષ સાથે પોલીસકર્મી સામે કહ્યું કે, પોલીસવાળા ક્યાં સૂઈ ગયા છે. મારૂ માથુ ફૂટી ગયું છે, રાજેશ માળીને અંદર નાખી દો. હાલ આ અંગે બાપોદ પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.વડોદરાના નાની બાપોદ વિસ્તારમાં આવેલ વિજયનગર માળી મહોલ્લામાં ગઇકાલે સાંજે 7 વાગ્યે માળી સમાજના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો.

ત્યારબાદ રાત્રે 9 વાગ્યે ફરીથી ઝઘડો થયો હતો અને આ ઝઘડો લોહીયાળ બની ગયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તે લોહીલુહાણ હાલતમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઇ હતી.બાપોદ પોલીસ સ્ટેશનમાં પહોંચેલી મહિલાએ પોલીસ સ્ટેશનની બહાર ભારે બૂમાબૂમ કરી મૂકી હતી અને કહ્યું હતું કે, રાજેશ માળીને અંદર નાખો.

ત્યારબાદ આ મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઇ હતી અને પોલીસ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ક્યારનો 100 નંબર ઉપર ફોન કર્યો છે, કોઇ આવતુ નથી. બેથી 3 લોકોએ ફોન કર્યો હતો, છતાં પોલીસ આવી નથી. પોલીસ ક્યાં સૂઈ ગઈ છે. મારૂ માથુ ફૂટી ગયું છે.બીજી તરફ સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વિજયનગર માળી મહોલ્લામાં સાંજે 7 વાગ્યાથી લઇને રાત્રે 1 વાગ્યા સુધી કેટલાક શખ્સો મંદિર પાસે આવીને બેસી જાય છે અને ક્રિકેટ રમ્યા કરે છે.

આ લોકો એક મહિનાથી અહીં બેસે છે અને અહીંથી નિકળતી યુવતીઓ અને મહિલાઓને હેરાન કરે છે. આ પહેલા પણ આ લોકોએ અમારી સાથે ઝગડો કર્યો હતો, પરંતુ આ વખતે તો પથ્થરમારો કર્યો છે અને માથા ફોડી નાખ્યા છે. આ મામલે પોલીસ કોઇ એક્શન લેતી નથી. આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.બાપોદ પોલીસે કૌશિક માળી, મહેશ માળી, રાજેશ માળી અને નારાયણ માળી (તમામ રહે. નાની બાપોદ ગામ, વિજય નગર માળી મહોલ્લા, વાઘોડિયા રોડ, વડોદરા)ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

બાપોદ પોલીસ સ્ટેશનના અનાર્મ લોકરક્ષક શક્તિ ભીખાભાઇએ નોંધવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ આરોપીઓ ભેગા થઇને એકબીજા સાથે બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા અને જાહેરમાં બખેડો કરી રહ્યા હતા.આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર. સંગાડાએ જણાવ્યું હતું કે, આ મામલે ગુનો નોંધીને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ આગળની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મોટા ઉપાડે પોલીસ મદદ માટે 100 નંબરનો સંપર્ક કરવાનું કહે છે. ત્યારે આ ઘટનામાં ફોન બાદ પણ પોલીસ ન પહોંચી હોવાના આક્ષેપો થતાં પોલીસની રાત્રિ પેટ્રોલિંગ સહિતની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં આજે શાળાઓમાં અપાઈ રજા, વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાની સંભાવના

આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રીનાં દબાણો પર દાદાનું બુલડોઝર ચાલ્યું

આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરને લઈ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી