Ahmedabad News/ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 22 જૂને યોજાશે 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી

વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી બાદ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે.

Top Stories Gujarat Breaking News

Gandhinagar News: આખરે, ગુજરાતની 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પડતર અને મુદતવીતી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન 22 જૂને યોજાશે અને મતગણતરી ૨૫ જૂને થશે. ચૂંટણી અંગેની સૂચના ૨ જૂને જારી કરવામાં આવશે. 9 જૂન સુધી નામાંકન દાખલ કરી શકાશે. 10 જૂને ફોર્મ ચકાસવામાં આવશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણી પંચ આજે બપોરે રાજ્યની 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરશે. રાજ્ય ચૂંટણી પંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે.

ગ્રામ પંચાયત (Gram Panchayat)ની ચૂંટણીને લઇ મહત્વની વિગતો સામે આવી છે. આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે. બપોરે 3 કલાકે ચૂંટણી પંચ તારીખો જાહેર કરી શકે છે. રાજ્યની 8,327 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી બાદ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે.

રાજ્ય ચૂંટણી આયોગે (State Election Commission) આગામી ચૂંટણી(Election)ઓને લઈ તૈયારીઓ શરુ કરી છે. ચૂંટણી થતાં પંચાયતોમાં વહીવટકર્તાઓનું શાસન સમાપ્ત થઈ જશે. સરપંચ બનવાના દાવેદારોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. 15 જૂન પહેલા ચૂંટણી યોજાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

બેલેટ પેપર (Ballet Paper) દ્વારા ચૂંટણી ગ્રામ પંચાયતોનો કાર્યકાળ 30 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. જે પંચાયતોનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે ત્યાં ચૂંટણીઓ યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરોને પત્ર લખીને તેમને પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election)માં EVMનો ઉપયોગ કરવામાં આવશે નહીં એટલે કે બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. પ્રાપ્ત વિગતો અનુસાર મતદાન કેન્દ્રથી લઈ સ્ટ્રોંગ રૂમ સુધી કડક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સલાહસૂચનો અપાયા છે. બેલેટ છાપવા પ્રિન્ટિંગ પ્રેસ, સ્ટેશનરી, આંગળી પર લગાવવા શાહી સહિતનો માલસામાન ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

પ્રશાસન, પોલીસ વગેરેને ચૂંટણીનો ડેટાબેઝ (Database) તૈયાર કરવા તેમજ મતગણતરી માટે સ્ટાફને તાલીમ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. સરપંચ પદ માટે ઉમેદવારોએ પૂરતી તૈયારીઓ કરી લીધી હોવાનું મનાઈ રહ્યું છે. સરકાર તરફથી હજુ સુધી ચૂંટણી ખર્ચ (Election expense) અંગે કોઈ વિગતો મળઈ નથી, પરંતુ કેટલાક ધારાધોરણ નક્કી કરશે અને તે અંતર્ગત ચૂંટણી ખર્ચ કરવાનો રહેશે. ગુજરાતમાં 8400 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ચૂંટણી યોજાતા વહીવટી શાસનનો અંત આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ખળભળાટ, ઈટાલિયા સામે અરજી

આ પણ વાંચો:મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી

આ પણ વાંચો:ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ થઈ જાહેર,19 જૂને કડી અને વિસાવદરમાં યોજાશે મતદાન