ચેન્નઇઃ તમિલનાડૂમાં જયલલિતાના વારસદાર બનવા માટે કાર્યકારી મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ અને જયલલિતાની નજીકની મનાતી AIADMK ના મુખ્યા શશિકલા સામ સામે આવી ગયા છે. રોજ નવા નવા પત્તા ખૂલી રહ્યા છે. આ નંબર ગેમમા AIADMK ના વિધાયક દળની નેતા શશિકલાની મુશ્કેલી વધતી જણાઇ રહી છે. શશિકલાએ ગુરુવારે રજ્યપાલ સથે મલુકાત કરી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, પણ ધારાસભ્યો પર પોતાની કમજોર પકડને જોતા મુશ્કેલીમાં આવી ગઇ છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે શશિકાલાએ કેમ્પે કૉંગ્રેસના ધારસભ્યોનો સંપર્ક કર્યો છે.
આ પહેલા ઓ.પન્નીરસેલ્વમના સમર્થકોએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. તમીલનાડૂમાં ચૂંટણી નથી પણ ત્યાં રાજકાણે પાંચ રાજ્યોની ચૂંટણી સિવાય પણ સમગ્ર દેશનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
