Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં 27 જૂને રથયાત્રા (Rathyatra) નીકળશે. ભગવાનનાં રથની સજાવટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા પહેલા જળયાત્રા (Jalyatra) કાઢવામાં આવશે. જેના માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજકીય નેતાઓ, સંતો, મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં ભગવાન જગન્નાથને 108 કળશમાંથી જળ ચઢાવવામાં આવે છે. 27 જૂને રથયાત્રા કાઢવામાં આવશે. આ રથયાત્રા માટે અમદાવાદમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની સજાવટ, રથની તૈયારી વગેરેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રથયાત્રા પહેલા જળયાત્રા કાઢવામાં આવશે. જેના માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ જલયાત્રા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સંતો અને રાજકીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
શહેરમાં રસ્તામાં જળયાત્રા અંગે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ જળયાત્રામાં સાબરમતી નદી (Sabarmati River)નું પાણી લાવી મંદિરમાં રાખવામાં આવે છે. ભગવાનને ઠંડક મળે તે માટે 108 કળશમાં પાણી ભરી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાનને ઠંડુ કરવા માટે આ 108 કળશમાં નદીનું પાણી લાવી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે.
આ પણ વાંચો:સરસપુરમાં રણછોડરાયજીનું મંદિરનું થશે નવીનીકરણ, જગન્નાથની 148 રથયાત્રા નીકળશે
આ પણ વાંચો:પાટડી શહેરમાં ૩૯મો જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રાની પૂરજોશમાં તૈયારી
આ પણ વાંચો:પુરી જગન્નાથ રથયાત્રાનો આજે બીજો દિવસ, ગઈકાલે 5 મીટર જ આગળ વધ્યો હતો રથ
