વડોદરાઃ ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (જીએસઇબી)ના દસમા ધોરણનું પરિણામ જાહેર થયું છે. તે સમયે વડોદરા શહેર નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી પૂનમ કુશવાહાએ 99.72 પર્સેન્ટાઇલ માર્કસ મેળવ્યા છે.
હાલમાં દસમાં ધોરણનું પરિણામ જાહેર થયું ત્યારે વડોદરા શહેરના નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી પૂનમ કુશવાહાએ 99.72 ટકા મેળવીને કુટુંબનુંનામ ઉજાળ્યું છે. સફળતા કોઈને પણ મળી શકે છે અને તેના માટે સગવડોની જરૂર હોય તે નિયમ નથી. ગરીબ કુટુંબમાંથી આવતી પૂનમે સ્થિતિનો સામનો કરીને સિદ્ધિ હાંસલ કરી છે.
પૂનમ કુશવાહાએ જણાવ્યું હતું કે મારી આ સફળતા માટે માબાપ કારણભૂત છે. મારા માબાપ પાણીપુરીનો કારોબાર કરે છે. ઘરની બધી આવક ત્રણ ભાઈબહેનના ભણવા પાછળ જ વપરાઈ જાય છે. અમને બાળપણથી અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા છે. હું ભવિષ્યમાં ડોક્ટર બનીને મારા માબાપને બધી સગવડો આપવા માંગું છું.
પૂનમના પિતા પ્રકાશભાઈ શિયારામે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજે મારી દીકરીએ કુટુંબનું નામ રોશન કર્યુ છે. અમે 10 બાયદસની નાનકડી ઓરડીમાં રહીને પાણીપુરીનો કારોબાર કરીએ છીએ. સંતાનની ધગશની સાથે શિક્ષકોનો સારો સહકાર મળવાના લીધે પૂનમ સફળ થઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ
