વડોદરા: ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના નવજીવન સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી ધ્રુવ ભટ્ટ 95.39 ટકા સાથે શાળામાં પ્રથમ આવતા શાળાના શિક્ષકો સહિત સમગ્ર કુટુંબમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું છે.
વડોદરાવાસી ઘ્રુવે બોર્ડમાં જબરદસ્ત દેખાવ કરતા માતાપિતા સહિત સમગ્ર કુટુંબનું નામ રોશન કર્યું છે. ધ્રુવના માતાપિતા સાંભળી કે બોલી શકતા નથી. તેઓ પુત્ર અને પરિવાર સાથે સાઇન લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષામાં વાત કરે છે.
ધ્રુવ ભટ્ટે જણાવ્યું હતું કે, તેના માતા પિતા બોલી નથી શકતા પરંતુ દિવસ રાત જ્યારે હું વાંચવા કે લખવા બેસું ત્યારે તે પણ સાથે આખી રાત બેસી રહેતા હતા. જેના ભાગરૂપે મેન આ ફળ મળ્યું છે. મારી એન્જિનિયર બનવાની ઈચ્છા છે.
ધ્રુવે બોર્ડની પરીક્ષામાં સારા ગુણ મેળવતા પરીવારમાં રહેતા દાદા-દાદી ખૂબ જ ખુશ થયા છે. ધ્રુવ ભટ્ટના પિતા નીરવ ભટ્ટ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે જ્યારે માતા ઘરે જ સીવણ થકી સુંદર કાપડની થેલી બનાવી પરીવારનું ગુજરાન ચલાવે છે.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ
