Breaking News: આજે રાત્રે 9:15 વાગ્યે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર અને આસપાસના વિસ્તારોમાં 3.5 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 19 કિમી દૂર નોંધાયું હતું. ગીર સોમનાથ ઉપરાંત જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ખાંભા અને ધારી ગીર પંથકમાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ભૂકંપના આંચકાથી ગભરાયેલા લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. છેલ્લા કેટલાક વર્ષોથી, તાલાલા ગીર અને આસપાસના વિસ્તારોમાં વારંવાર હળવા ભૂકંપના આંચકા અનુભવાય છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ફરી એકવાર ચિંતા ફેલાઈ છે. ભૂસ્તરશાસ્ત્રીઓ આ વિસ્તારની ભૂકંપીય પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો:નેપાળ સરહદ નજીક ભૂકંપનો જોરદાર અનુભવ, ભારત અને ભૂટાનમાં પણ અસર જોવા મળી
આ પણ વાંચો:પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6
