નવી દિલ્હીઃ રવિવારે રાત્રે ટોક્યોના હનેડા એરપોર્ટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI357 ને કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટના કેબિનનું તાપમાન સતત ગરમ રહેવાને કારણે ફ્લાઇટનો રૂટ બદલવામાં આવ્યો હતો. એરલાઇનના સત્તાવાર નિવેદન અનુસાર, ફ્લાઇટ કોલકાતામાં સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી અને હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે.
રવિવારે સાંજે, પુણેથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને ટેકનિકલ ખામી બાદ વિજયવાડા ડાયવર્ટ કરવામાં આવી હતી. નેલ્લોર નજીક ફ્લાઇટ હવામાં હતી ત્યારે ખામી જોવા મળી હતી, ત્યારબાદ તરત જ ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનમાં 159 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા.
28 જૂને પણ, મુંબઇથી ચેન્નાઇ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ટેક-ઓફ કર્યા પછી મુંબઈ પરત કરવામાં આવી હતી. ફ્લાઇટના કેબિનમાં સળગતી ગંધ આવી હતી. એરલાઇનના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ સુરક્ષિત રીતે મુંબઇ એરપોર્ટ પહોંચી ગઈ. આ પછી વિમાન બદલવામાં આવ્યું. ગ્રાઉન્ડ સ્ટાફે મુસાફરોને જરૂરી બધી વસ્તુઓ પૂરી પાડી.
27 જૂન: દિલ્હી-જમ્મુ ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે પાછી ફરી એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, દિલ્હીથી જમ્મુ જતી ફ્લાઇટને ફ્લાઇટ વચ્ચે જ પાછી ફરવી પડી. એરબસ A320 સવારે 10:40 વાગ્યે ઉડાન ભરવાની હતી, પરંતુ તે સવારે 11:04 વાગ્યે ઉડાન ભરી. ફ્લાઇટ વચ્ચે જ ટેકનિકલ ખામી જોવા મળી અને આ ફ્લાઇટને દિલ્હી પાછી વાળવામાં આવી. મુસાફરો માટે બીજા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી.
27 જૂન: મુસાફરે બીજા મુસાફર સાથે દુર્વ્યવહાર કર્યો શનિવારે, એર ઇન્ડિયાની દિલ્હી-અમૃતસર ફ્લાઇટમાં ફ્લાઇટ વચ્ચે જ હોબાળો થયો. અમૃતસરમાં ઉતરતા પહેલા, એક મુસાફરે બીજા મુસાફર સાથે દુર્વ્યવહાર કર્યો. બંને વચ્ચેનો વિવાદ વધી ગયો. મુસાફરે ક્રૂ મેમ્બરને બીજા મુસાફરના ખરાબ વર્તન અંગે ફરિયાદ કરી. આ પછી, તે મુસાફરને એરપોર્ટ સુરક્ષાને સોંપવામાં આવ્યો.
આ પણ વાંચો: એર ઇન્ડિયાના બે વિમાનમાં મુશ્કેલી, ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી ફ્લાઇટ રદ, તિરુવનંતપુરમમાં ઇમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચોઃ મારી પાસે બોમ્બ છે કહીને એર ઇન્ડિયાની ફ્લાઇટને માથે લેનાર મુસાફરની પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો: એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી; આ કારણ આપ્યું
