Not Set/ #Maharashtra/ ભાજપ પાછલા દરવાજેથી ઘૂસીને રાજકારણ કરવામાં કોઇ રસ ધરાવતું નથી : પૂર્વ CM ફડણવીસ

મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેની ખુર્સી પર હવે સંકટનાં વાદળો છવાયા છે, ત્યારે રાજ્ય મંત્રીમંડળે બીજી વાર ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદમાં નિયુક્ત કરવાની ભલામણ કરી હતી અને આ મુદ્દે મહારાષ્ટ્ર વિકાસ આગાડીનાં સભ્યો મંગળવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા, જે પછી મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક મોટું નિવેદન આપ્યું છે, ફડણવીસે કહ્યું કે, બી.જે.પી. પાછલા […]

India

મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેની ખુર્સી પર હવે સંકટનાં વાદળો છવાયા છે, ત્યારે રાજ્ય મંત્રીમંડળે બીજી વાર ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદમાં નિયુક્ત કરવાની ભલામણ કરી હતી અને આ મુદ્દે મહારાષ્ટ્ર વિકાસ આગાડીનાં સભ્યો મંગળવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા, જે પછી મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક મોટું નિવેદન આપ્યું છે, ફડણવીસે કહ્યું કે, બી.જે.પી. પાછલા દરવાજેથી ઘૂસીને રાજકારણ કરવામાં કોઇ રસ ધરાવતી નથી.

હું એટલું જ કહેવા માંગુ છું કે રાજ્યપાલ જે પણ નિર્ણય લે છે તે બંધારણીય નિયમોને અનુરૂપ અને ન્યાયી રહેશે, ઉદ્ધવ ઠાકરેને પરિષદમાં નિયુક્ત કરવા અને મુખ્યમંત્રીની રીતે ચાલુ રાખવા માટે ભાજપ ઘણી ખુશ રહેશે કારણ કે ભાજપ રાજ્યમાં અસ્થિરતા ઇચ્છતી નથી. તે જાણીતું છે કે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગી હતી, જણાવી દઇએ કે, ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદમાં રાજ્યપાલ નિયુક્ત સભ્ય તરીકે નિયુક્તિ કરવાનો નિર્ણય હાલમાં રાજભવનમાં બાકી છે, ઠાકરેએ પીએમ મોદીને આ અંગે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે વાત કરી, તેમનો માર્ગ સાફ કરવાની વિનંતી કરી છે.

મીડિયા અહેવાલો અનુસાર ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે, રાજ્યમાં રાજકીય અસ્થિરતા ઉભી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોરોના સંકટને કારણે રાજ્યમાં વિધાનસભા અથવા વિધાનસભાની પેટા ચૂંટણીઓ શક્ય નથી. આવી સ્થિતિમાં રાજ્ય મંત્રીમંડળે રાજ્યપાલને તેમના ક્વોટા દ્વારા મુખ્ય પ્રધાનને વિધાન પરિષદ માટે નામાંકિત કરવા વિનંતી કરી છે, જણાવી દઇએ કે, રાજ્યપાલને વિધાન પરિષદમાં બે સભ્યોની નિમણૂંક કરવાનો અધિકાર છે. જો કે રાજ્યપાલે આ મામલે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો રાજ્યપાલ એક મહિનામાં ઠાકરેને વિધાન પરિષદનાં સભ્ય તરીકે નિયુક્ત નહીં કરે, તો તેમનુ મુખ્ય પ્રધાન તરીકે રહેવું શક્ય નહી બને અને તેમણે રાજીનામું આપવું પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવની વાત સાંભળ્યા બાદ પીએમ મોદીએ તેમને કહ્યું છે કે આ મામલાને ટૂંક સમયમાં જોવાની વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.