Not Set/ રેલ્વેની આ સ્કીમથી થશે મફતમાં મુસાફરી, જાણો સંપૂર્ણ વિગત માત્ર એક ક્લિક પર

આજથી રેલ્વે દ્વારા ટ્રેનોના ટાઇમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કારણે ટ્રેનોની ઝડપમાં પણ વધારો થયો છે. આ સાથે સાથે રેલ્વેની ટિકિટ બુક કરવાના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ભોપાલ રેલ્વેએ મુસાફરો માટે કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. આ ફેરફારથી યાત્રીઓ મફતમાં મુસાફરી કરી શકે છે. હકીકતમાં ભોપાલ રેલ્વેએ કેસલેસ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન […]

Uncategorized

આજથી રેલ્વે દ્વારા ટ્રેનોના ટાઇમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કારણે ટ્રેનોની ઝડપમાં પણ વધારો થયો છે. આ સાથે સાથે રેલ્વેની ટિકિટ બુક કરવાના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ભોપાલ રેલ્વેએ મુસાફરો માટે કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. આ ફેરફારથી યાત્રીઓ મફતમાં મુસાફરી કરી શકે છે.

હકીકતમાં ભોપાલ રેલ્વેએ કેસલેસ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના શરુ કરી છે. આ યોજના હેઠળ, જો તમે ‘ભીમ એપ્લિકેશન’ દ્વારા ટિકિટ બુક કરો છો તો તમે મુક્તપણે મુસાફરી કરવાની તક મેળવી શકો છો. કેશલેસ ટિકિટિંગને પ્રોત્સાહન આપવા માટે, ભોપાલ  રેલ્વેએ ‘ભીમ’ એપ દ્વારા ટિકિટ બુક કરાવવા માટે એવોર્ડ સ્કીમ શરૂ કરી છે.

ભોપાલ રેલવે યોજના હેઠળ ‘ભીમ’ એપ્લિકેશનથી ટિકિટ બુક કરી હોય તો તમે લાભ મેળવી શકો છો. તેનો લકી ડ્રો નવેમ્બરમાં રેલવે દ્વારા કરવામાં આવશે. રેલ્વે દ્વારા આ ડ્રોમાં ભીમ એપથી ટિકિટ બુક કરનાર પાંચ મુસાફરોને ઇનામ આપવાનો પ્લાન છે. ડ્રો મારફતે જે પાંચ મુસાફરોનાં નામ આવશે તે રેલવે દ્વારા તેમના મનપસંદ સ્થળ પર મફતમાં મુસાફરી કરી શકશે.