Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-7માં આવેલી ચૌધરી સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. સ્કૂલની હોસ્ટેલમાં રહેતી 12 વિદ્યાર્થીનીઓને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થઈ હતી. આ વિદ્યાર્થીનીઓએ મંગળવારે પનીરનું શાક ખાધુ હતુ.
તેના પછી આ વિદ્યાર્થીનીઓને તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જો કે આ બધી વિદ્યાર્થીનીઓને સમયસર સારવા મળતા તેમની તબિયત સુધારા હેઠળ છે. કોઈપણ વિદ્યાર્થીનીનો જીવ જોખમમાં નથી.
આ ઘટના બતાવે છે કે ચોમાસાના સમયમાં પનીર જેવા શાક તબિયતના કેવા હાલ કરે છે. આ ઘટનાની જાણ થવાના પગલે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયું હતું. આરોગ્યની ટીમને તરત જ ચૌધરી કેમ્પસમાં મોકલવામાં આવી હતી.
આરોગ્યની ટીમે 200 જેટલી વિદ્યાર્થીનીઓનું તાત્કાલિક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. 12 વિદ્યાર્થીનીઓ સિવાય હજી સુધી કોઈ બીજો નવો કેસ નોંધાયો નથી. સાવચેતીના પગલાં રૂપે આરોગ્ય ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં ભાગ લે છે અને હોસ્ટેલમાં રહીને ભણે છે.
આના પગલે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમ ગાંધીનગરની લગભગ બધી જ હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરે તો નવાઈ નહી લાગે. તેની સાથે ફૂડ વિભાગની ટીમ પણ હોસ્ટેલોની કેન્ટિનોમાં ગમે ત્યારે ત્રાટકે તેમ સૂત્રો કહી રહ્યા છે.
આ પણ વાંચોઃ મહેસાણાના કોલવડા ગામમાં ફૂડ પોઇઝનિંગના લીધે 33ને ઝાડા ઉલ્ટી
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ધાર્મિક પ્રસંગે 300થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ
આ પણ વાંચોઃ એપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ
