અમદાવાદઃ હિન્દુ સેનાના રાજકોટમાંથી ઝડપાયેલા IS સંદિગ્ધ આતંકવાદીઓનો કેસ લડનાર વકિલની સહપરિવાર હત્યા કરવાની ઘમકી આપી છે. પોતાની જાતને હિન્દુ સૈનાના પ્રમુખ તરીકેની ઓળખ આપનાર પ્રતિક ભટ્ટે જામનગરના વકિલ ઇમ્તિયાઝ કોરેજાને હિન્દુ સૈનાના લેટર પેટમાં લેખિતમાં જણાવ્યુ છે કે, રાજકોટમાં બે IS ના એજેન્ટ ઝડપાયા છે. જે ચોટીલા સહિતના ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ બનાવીને આતંકી પ્રવૃતિ કરી રહ્યા હતા. સોમવારે જામનગર બાર એશોસિએશન એક પ્રસ્તાવ પાસ કર્યો તેમા કોઇ પણ સંદિગ્ધ વસીમ રામોદિયા અને નઇમ રામોદિયાનો કેસ નહી લડે. જામનગર બાર એસોશિએસને મંગળવારે પણ આમ જ કર્યું હતું.
પ્રતિક ભટ્ટે વકિલના ઘર ઉપર હુમલો કરીને આગ લગાવી દેવાની ધમકી આપતી પ્રેસનોટ જાહેર કરી હતી. ધમકી આપ્યા બાદ બી-ડિવિઝન પોલીસે ભટ્ટની ધરપકડ કરીને થોડી વારમાં છોડી મુક્યો હતો.
રાજકોટ અને ભાવનગરથી બે સંદિગ્ઘ IS ના આતંદીને ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જે સુરેન્દ્રનગર જિલ્લામા આવેલા ચોટીલા તાલુકામાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા.
ઝડપાયેલા સંદિગ્ધ IS આરોપીને દેશની વિવિધ એજેન્સીઓ દ્વારા પુછપરછ કવરામાં આવી રહી છે. હાલ બંને ભાઇઓને વધુ પુછપરછ માટે અમદાવાદ લઇ આવવામા આવ્યા છે.
