નવી દિલ્હીઃ તેલંગાણા સરકારે કહ્યુ છે કે, ફક્ત અવિવાહિત મહિલા કેન્ડિડેટ જ કોલેજમાં એડમિશન લઇ શકે છે. એક નોટિફિકેશન દ્વારા સરકારે સોશિયલ મીડિયા વેલફેર રેજિડેંશિયલ વુમેન ડિગ્રી કૉલેજોમાં અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે આ વાત કરી છે. આ કોર્સમાં બીએ,બી ફૉમ, બીએસસીનો સમાવેશ થાય છે.
સરકારનું માનવું છે કે, લગ્ન કરેલી મહિલાઓ કોલેજમાં બીજે ધ્યન ભટકાવવાનું કામ કરે છે. ટીઓઇનો રિપોર્ટ મુજબ આ વિચત્ર નિયમ છેલ્લા એક વર્ષથી લાગુ છે. 23 નિવાસી કોલેજોના 4 હજાર સીટો પર એડમિશન આ નિયમથી થાય છે. આ કોલેજોમાં મહિલા કેંડિડેટને તમામ વસ્તુ ફ્રીમાં આપવામાં આવે છે.
તેલંગાણા સોશિયલ વેલફેર રેજિડેશિયલ એજ્યુકેશન ઇસ્ટીટ્યૂશન્સ સોસાયટીએ આ આદેશ આપ્યો છે. સોસાયટીના કન્ટેંટ મેનેજર બી વેન્કટ રાજૂએ મીડિયાને જણાવ્યુ હતું કે, આવું એટલા માટે કરવામાં આવ્યુ છે કે, કેમ કે લગ્ન કરેલી મહિલાઓના એડમિશન આપવાને લીધે તેમના પતિ પણ કોલેજમાં વિજિટ કરે છે. જેનાથી બાકિની યુવતીઓનું ધ્યાન ભટકે છે.
