Dwarka News/ અંતરરાષ્ટ્રીય સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર વિરુદ્ધ મરીન નેશનલ પાર્ક, દ્વારકા રેન્જની કડક કાર્યવાહી

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક ઈસમોએ અભ્યારણ્ય અને સરહદી સુરક્ષા વિસ્તારમાં બોટ મારફતે બિનઅનુમતી પ્રવેશ કરી માછીમારી કરવાનો પ્રયાસ કર્યો હતો.

Top Stories Gujarat

Dwarka News: ભારત-પાકિસ્તાન સમીપવર્તી દરિયાઈ સરહદ પાસે આવેલા અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ એવા ચાખ ટાપુ (બ્લોક નં. 08) ખાતે ગેરકાયદેસર પ્રવેશના ગંભીર પ્રકરણમાં મરીન નેશનલ પાર્ક, દ્વારકા રેન્જ દ્વારા કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મરીન નેશનલ પાર્કના પોશીત્રા રાઉન્ડમાં મળેલી વિશેષ બાતમીના આધારે તા. 22/07/2025ના રોજ વનવિભાગના સ્ટાફે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક ઈસમોએ અભ્યારણ્ય અને સરહદી સુરક્ષા વિસ્તારમાં બોટ મારફતે બિનઅનુમતી પ્રવેશ કરી માછીમારી કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દેશની સુરક્ષા અને કુદરતી સંસાધનોની રક્ષા બંને માટે ગંભીર ખતરો ઊભો કરે છે.

દરોડા દરમિયાન નીચેના ઈસમો અભ્યારણ્ય વિસ્તારમાં વિના પરવાનગીએ પ્રવેશ કરીને માછીમારી કરતાં રંગેહાથ પકડાયા

1. મહેબુબ આરબી કુંગડા (રહે. સિકકા)

2. સંઘાર ફારૂક હેસુન (રહે. સિકકા)

3. સંઘાર સબ્બીર અબ્બાસ (રહે. સલાયા)

4. ભાયા ઇમરાન જાકુબ (રહે. ભરાણા)

5. લતીફ અબ્બાસ ગાધ (રહે. સલાયા)

6. ભાયા અજીજ અનવર (રહે. સલાયા)

વન વિભાગે બોટ સાથે અટકાયત કરી તેમની સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (સુધારા અધિનિયમ – 2022) અંતર્ગત પોશીત્રા બીટ વન ગુનો નં. 01/2025-26, તા. 22/07/2025 હેઠળ ગુનો દાખલ કરીને કડક કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલા તથા સ્ટાફ એસ.જી. કણજારીયા, એન.જે. ગાગીયા, યુ.પી. સાદિયા, છગનભાઈ ગોડેશ્વર, વીનોદભાઈ ડાભી, ઇબ્રાહીમભાઈ સમા, અબ્બાસ મામદ, બીજલ જેશાભાઈ અને કિશનભાઈ માતંગ દ્વારા સંકલિત રીતે અમલમાં મૂકાઈ હતી.

મહત્વપૂર્ણ છે કે આ વિસ્તાર પાકિસ્તાનથી sirf થોડા કિલોમીટર દૂર આવેલો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા, નૌસેનાની હદો અને દરિયાઈ ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આવા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ ફક્ત વન્યજીવન નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ ખતરો ઊભો કરે છે.

મરીન નેશનલ પાર્ક, દ્વારકા રેન્જ દ્વારા જાહેરને ચેતવણી આપવામાં આવે છે કે અંતરરાષ્ટ્રીય સરહદ નજીકના અભ્યારણ્ય વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, વિના પરવાનગી પ્રવેશ અથવા માછીમારી કરતા પકડાઈ આવતા ગુન્હાત્મક કાર્યવાહી થવાનું થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડ્રગ્સ સામે જંગ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો:પશ્ચિમ કચ્છ LCB એ મિરઝાપુરમાંથી આધાર પ્રમાણપત્ર વિના ચોખા ભરેલા ગોદામને સીલ કર્યું

આ પણ વાંચો:કચ્છના ભચાઉમાં કેબલ ચોરીની ઘટનામાં ત્રણ ઝડપાયા, 60 કિગ્રા કોપર કેબલ સાથે બાઇક જપ્ત