Surat News : સુરતના ઓલપાડ તાલુકાની ગ્રામ પંચાયત કચેરીનો તલાટી કમ મંત્રી ભરતભાઇ નાથુભાઇ ચૌધરી અને પ્રગતિબેન D/o યોગેશભાઇ વિનુભાઇ પટેલ કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારીત) રૂ.7,000 ની લાંચ લેતા ACBને હાથે ઝડપાઈ ગયા હતા.
આ કેસની વિગત મુજબ ફરિયાદીએ સિવાણગ્રામ પંચાયત વિસ્તારમાં બે પ્લોટ ઉપર બાંધકામ કર્યું હતું. જેની આકારણી કરવાની કાર્યવાહી કરવાનાં અવેજ પેટે સુરતના ઓલપાડ તાલુકાની ગ્રામ પંચાયત કચેરીનો તલાટી કમ મંત્રી ભરતભાઇ નાથુભાઇ ચૌધરી અને પ્રગતિબેન D/o યોગેશભાઇ વિનુભાઇ પટેલ (કોમ્પ્યુટર ઓપરેટર)એ રૂ.૭૦૦૦/- લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને આધારે ACBની ટીમે સિવાણ ગામ પંચાયત તલાટીની ઓફિસમાં જાળ બિછાવીને રૂ.7,000ની લાંચ લેતા બન્ને આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Surat News/સુરતમાં 200 કરોડથી પણ વધુ રકમનું સાઇબર ફ્રોડનું કૌભાંડ પકડાયું
