New Delhi/ ભારત-ચીન વિવાદ, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટે સેના પર કરેલી ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે. સંપૂર્ણ વિગતો જાણો…

Top Stories India Breaking News

New Delhi: 9 ડિસેમ્બર, 2022 ના રોજ ભારત અને ચીનની સેના (India-China conflict)ઓ વચ્ચે થયેલી અથડામણ પછી ભારતીય સેના પર કથિત ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે (Supreme Court) લોકસભાના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપતા કહ્યું હતું કે જો તમે સાચા ભારતીય છો, તો તમે આવી વાતો નહીં કહો.

કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું કે તેમને કેવી રીતે ખબર પડી કે 2000 કિલોમીટર જમીન પર ચીનીઓએ કબજો કરી લીધો છે. તમે વિપક્ષના નેતા છો, તમારી વાત સંસદમાં બોલો, સોશિયલ મીડિયા પર નહીં. સુપ્રીમ કોર્ટે સેના પર ટિપ્પણી કેસમાં સમન્સ સામે રાહુલ ગાંધીની અરજી પર ઉત્તર પ્રદેશ સરકાર અને ફરિયાદીને પણ નોટિસ ફટકારી હતી.

રાહુલ ગાંધીએ કરી હતી આ ટિપ્પણી

આપને જણાવી દઈએ કે 2023 ની ભારત જોડો યાત્રા દરમિયાન, કોંગ્રેસ (Congress)ના નેતાએ દાવો કર્યો હતો કે એક ભૂતપૂર્વ સૈન્ય અધિકારીએ તેમને કહ્યું હતું કે ચીને 2,000 ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કર્યો છે. આ જ ટિપ્પણી પર માનહાનિના દાવાને પડકારતી ગાંધીની અરજી પર સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે પૂછ્યું, “તમે કેવી રીતે જાણો છો કે ચીને 2,000 કિલોમીટર પ્રદેશ પર કબજો કર્યો છે?” અને ભાર મૂક્યો, “જો તમે સાચા ભારતીય છો, તો તમે આ નહીં કહો.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાહુલ ગાંધી 22 બાળકોને લેશે દત્તક

આ પણ વાંચો:વડોદરામાં કોંગ્રેસ કાર્યકરે રાહુલ ગાંધી સામે બળાપો ઠાલવ્યો, ગુજરાતમાં કોગ્રેસની સરકાર લાવવા ડીવ આપવા તૈયાર છું : મિતેશ પરમાર

આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર: અમિત ચાવડાને સોંપાઈ પ્રદેશ કમાન, જયરાજસિંહ પરમારે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન