Morbi News: મોરબી (Morbi) ના રાજનગર સોસાયટી વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત જનસભા દરમિયાન મોટો હોબાળો મચી ગયો હતો. આ સભામાં એક નાગરિકે AAP નેતા ઇસુદાન ગઢવીને સવાલ કરવાનો પ્રયાસ કરતાં તેને લાફો ઝીંકવામાં આવ્યો, જેના કારણે માહોલ તંગ બન્યો અને ઉગ્ર બોલાચાલી થઈ. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં નવો વિવાદ જન્માવ્યો છે.

જનસભા રાજનગર સોસાયટીમાં યોજાઈ હતી, જ્યાં AAPના નેતા ઇસુદાન ગઢવી સહિત અન્ય કાર્યકરો અને સમર્થકો હાજર હતા. સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.જાણકારી અનુસાર, એક નાગરિકે જાહેર સભા દરમિયાન પોતાની રજૂઆત કરવા માટે માઈક લેવાનો પ્રયાસ કર્યો અને ઇસુદાન ગઢવીને કેટલાક સવાલો પૂછ્યા. આ દરમિયાન, AAPના એક કાર્યકરે નાગરિક પાસેથી માઈક ખેંચી લીધું અને તેને લાફો ઝીંકી દીધો. આ ઘટનાથી સભામાં હાજર લોકોમાં રોષ ફેલાયો, અને ઉપસ્થિત લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં હોબાળો મચી ગયો હતો.
આ પણ વાંચો:મોરબીમાં પાટીદાર સમાજની સભા બાદ ઉઠ્યા સવાલ, ભાજપની જુથબંધી સામે આવી
આ પણ વાંચો:મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા દાડિયા ક્લાસીસનો વિરોધ, બંધ કરાવવા ઝુંબેશ શરૂ કરી
