Latest Bhavnagar News/ ભાવનગર એસ.ટી. ડેપોમાં યુરિનલ માટે ગેરકાયદેસર ઉઘરાણું, મહિલાની ફરિયાદ છતાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી યથાવત્!

સરકારે એસ.ટી. નિગમના તમામ ડેપોમાં યુરિનલ સેવા વિનામૂલ્યે કરવાની જાહેરાત કરેલી હોવા છતાં,

Breaking News Top Stories Gujarat Others

Bhavnagar News: ભાવનગર શહેરના એસ.ટી. ડેપોમાં મુસાફરોને મફત મળતી હોવી જોઈએ એવી શૌચાલય સેવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પાંચ રૂપિયાની ઉઘરાણી થતાં ફરી વિવાદ સર્જાયો છે. સરકારે એસ.ટી. નિગમના તમામ ડેપોમાં યુરિનલ સેવા વિનામૂલ્યે કરવાની જાહેરાત કરેલી હોવા છતાં, ભાવનગર એસ.ટી. ડેપોના અધિકારીઓની મૌન સંમતિથી આજેય મુસાફરો પાસેથી ગેરકાયદે વસુલાત ચાલી રહી છે.

ગઇકાલે એક મહિલા મુસાફર પાસેથી યુરીનલ માટે પાંચ રૂપિયા માંગવામાં આવ્યા હતા. જ્યારે મહિલાએ આ વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો અને જણાવ્યુ કે સરકારએ યુરિનલ મફત જાહેર કરેલા છે, ત્યારે કોન્ટ્રાક્ટરે તકલીફ હોય તો અધિકારીઓને ફરીયાદ કરો તેવી ધમકી આપતાં લોકો ચોંકી ગયા.

મહિલા દ્વારા ડેપો મેનેજરને ફરિયાદ કરવામાં આવી, જેના આધારે ડેપો મેનેજર સુથારે કોન્ટ્રાક્ટરને માત્ર 500 રૂપિયાનો દંડ ફટકાર્યો. પરંતુ આશ્ચર્યની વાત એ રહી કે, દંડ ફટકાર્યા બાદ થોડા જ કલાકોમાં કોન્ટ્રાક્ટરે ફરીથી મુસાફરો પાસેથી રૂપિયા વસુલવાનું શરૂ કરી દીધું.આ પહેલા પણ આવી જ ઘટનાઓ સામે આવી હતી, અને ત્યારે ડેપો મેનેજમેન્ટ દ્વારા “વિનામૂલ્યે યુરિનલ ઉપયોગ કરો” એવા બોર્ડ લગાવાયા હતા. પરંતુ હવે તે બોર્ડ પણ દૂર કરવામાં આવ્યા છે, અને યથાવત ઉઘરાણું ફરીથી શરૂ થઈ ગયું છે. મુસાફરોમાં આ મામલે ભારે રોષ જોવા મળ્યો છે અને લોકો કહે છે કે, આ આખી કામગીરી ડેપોના કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેના મિલીભગતના પરિણામ રૂપે ચાલી રહી છે. સરકારના સ્પષ્ટ આદેશ હોવા છતાં તેના અમલમાં ગંભીર બેદરકારી દાખવાતી હોવાનો આદર્શ દાખલો છે.

હવે પ્રશ્ન એ ઉઠે છે કે, માત્ર 500 રૂપિયાના દંડથી કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ અટકી શકે છે? અથવા આ દંડ ફક્ત દેખાવ પૂરતો છે અને ગેરકાયદેસર ઉઘરાણી માટે લીલીઝંડી છે મુસાફરોની માંગ છે કે, તરત ઉચ્ચ અધિકારીઓ આ મામલાની તપાસ કરી કડક કાર્યવાહી કરે અને યુરિનલ જેવી ન્યૂનતમ સુવિધા માટે વસુલાતને કાયમ માટે બંધ કરાવે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મગફળી ચોરી પર રાઘવજી પટેલનું નિવેદન, કેન્દ્ર સરકાર આ મામલે કાર્યવાહી કરશે

આ પણ વાંચો: કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આપ્યું આશ્વાસન, પાક નુકસાનીનો સર્વે કરશે

આ પણ વાંચો: અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ