Jamnagar News/ જામનગરમાં વ્યાજનું વિષચક્ર : 1.70 લાખ સામે 6.28 લાખ ચૂકવવા છતાં ધાકધમકી

જામનગરમાં વ્યાજખોરોનું વિષચક્ર અટકતું નથી. વ્યાજખોરોની ચુંગાલમાં કેટલાય પરિવારોના જીવન બરબાદ થઈ ગયા હોવા છતાં પણ આ વિષચક્ર અટકવાનું નામ જ લેતું નથી. વધુ એક યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો છે. યુવાને 1.70 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેણે 20 ટકા વ્યાજે આ રકમ લીધી હતી.

Gujarat Others Breaking News

Jamnagar News: જામનગરમાં વ્યાજખોરોનું વિષચક્ર અટકતું નથી. વ્યાજખોરોની ચુંગાલમાં કેટલાય પરિવારોના જીવન બરબાદ થઈ ગયા હોવા છતાં પણ આ વિષચક્ર અટકવાનું નામ જ લેતું નથી. વધુ એક યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો છે. યુવાને 1.70 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેણે 20 ટકા વ્યાજે આ રકમ લીધી હતી.

હવે આ યુવાને મૂળ રકમ અને વ્યાજ સહિત 6.28 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરોએ વધુ રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ પઠાણી ઉઘરાણી કરતાં યુવકે ફરિયાદ નોંધાવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દંડૂકો પછાડીને થાકી ગયા કે વ્યાજખોરને નહીં છોડાય, પરંતુ વ્યાજખોર એવી બલા છે જેની ચોટલી હજી સુધી કોઈના હાથમાં આવી નથી. હવે જ્યાં સુધી વ્યાજખોરોની ચોટલી હાથમાં આવે નહીં ત્યાં સુધી આ ત્રાસ તો રહેવાનો જ.

ઉલ્લેખનીય છે કે અગાઉ આવા જ એક કિસ્સામાં વ્યાજખોરે ધુતારપર ગામના ખેડૂતે લીધેલી રૂ. 25.50 લાખની રકમ ભરી ન શકતા અવેજ પેટે લીધેલા દસ્તાવેજનો ઉપયોગ કરી જામકંડોરણાના આરોપી શખ્સે બારોબાર જમીન બીજાને વેચી નાખી હતી. તેના પગલે મામલો હવે પોલીસ પાસે પહોંચ્યો છે. આ ઉપરાંત જલારામનગરના રીક્ષા ડ્રાઇવરે 11 જણા સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ દાખલ કરી હતી.

જામનગરના ધુતારપર ગામમાં રહીને ખેતી કરતાં કાંતિભાઈ મોહનભાઈ સાંઘાણી (47)ને આરોપી ઘનાભાઈએ રૂ. 25.50 લાખ માસિક ત્રણ ટકાના વ્યાજે આપ્યા હતા. આના અવેજ પેટે ફરિયાદીએ પોતાની માલિકીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આરોપી પાસે નાણા ધીરધારનું લાઇસન્સ હોવા ન છતાં વ્યાજે રૂપિયા આપી અને ફરિયાદીએ લીધેલી રકમ ભરી ન શકતા આરોપીએ ફરિયાદીએ અવારનવાર ફોન કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતો હતો. તેની સાથે આરોપીએ ફરિયાદી પાસેથી અવેજ પેટે લીધેલ દસ્તાવેજથી જમીન બીજાને બારોબાર વેચી દઈ ગુનો કર્યો હતો.

આ બનાવનો આખો ઘટનાક્રમ પહેલી ઓગસ્ટ 2018થી 24 મે 2019 વચ્ચેનો છે. આ બનાવને લઈને ખેડૂત કાંતિભાઈ સંઘાણીએ વ્યાજખોરોની ધમકી છતાં પણ પોલીસમાં જવાની હિંમત દાખવી હતી. તેમણે ઘના કેશવજી પટેલ સામે ગુજરાત મની લેન્ડર્સ એક્ટની કલમ 5, 39, 40(એ),42(એ) હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: Jamnagar: બળદગાડું તણાતા દોઢ વર્ષનો બાળક અને બે બળદ પાણીમાં ડૂબ્યા

આ પણ વાંચો: જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા

આ પણ વાંચો: જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન