Ahmedabad News : અમદાવાદના મેઘાણીનગર સ્થિત IGP કંપાઉન્ડમાં 171-એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન ક્રેશમાં ઘાયલો અને મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. જેને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હોસ્પિટલના કંપાઉન્ડમાં સતત એમ્બ્યુલન્સની અવરજવર જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેસમાં 50 લોકોના મૃતદેહોને બહાર કઢાયા છે. જ્યારે આ સંખ્યા હજુ પણ વધી શકે તેવી આશંકા છે. ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલમાં ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એક બાદ એક મૃતદેહો ભરેલી એમ્બ્યુલન્સ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવી રહી છે.સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં આવતી દરેક એમ્બ્યુલન્સમાં બળેલી હાલતમાં મૃતદેહ નીકળી રહ્યા છે
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે બળેલી બોડીઓ પોસ્ટમોર્ટમમાં આવી રહી છે.એમ્બ્યુલન્સ એક બાદ એક મૃતદેહો ભરીને હોસ્પિટલ પહોંચી રહી છે.એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન થયું ક્રેશ છે, ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે, હાલ દુર્ઘટના બાદ રસ્તાઓ થયા બંધ, પ્લેન ક્રેશ થતા મચી હતી નાસભાગ મચી ગઇ હતી.ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન સવાર હતા જે પૈકી 133 ઘાયલ હોવાનો આંકડો સામે આવ્યો છે.
આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા
આ પણ વાંચો:અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ બધે ધુમાડો, આવું હતું દ્રશ્ય
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી
