ટાટા ગૂ્રપ અને અમેરિકન એરોસ્પેસ કંપની લોકહિડ માર્ટિને આજે સંયુક્ત સાહસ રૃપે યુદ્ધ વિમાન એફ-૧૬ ફાઇટર જેટલું ભારતમાં ઉત્પાદન કરવા કરાર કર્યા હતા. આ કરારથી વડાપ્રધાન મોદીના મેક ઇન ઇન્ડિયા ઝૂંબેશને વેગ મળશે. મોદીની અમેરિકા મુલાકાત અગાઉ આ કરાર થયો તે મહત્વની ઘટના છે.
કરાર મુજબ લોકહિડ તેનો ટેક્સાસ ખાતેનો ફોર્ટવર્થ પ્લાન્ટ ભારતમાં ખસેડશે. આ યોજનાથી અમેરિકામાં નોકરીને કોઇ અસર નહીં થાય. આ કરાર પેરિસ એરશો દરમિયાન થયા હતા. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લીમીટેડ અને લોકહિડ માર્ટિને ભારતની સિંગલ એન્જિન પાઇટર જેટની જરૃરિયાતને ધ્યાનમાં લઇ આ સોદો કર્યો હતો.
