Not Set/ માલીના લકઝરી રિસોર્ટમાં આતંકી હુમલો, યુરોપિયન યુનિયનનાં બે અધિકારીના મોત

માલીની રાજધાની બામાકો પાસે આવેલા લોકપ્રિય ટુરિસ્ટ રિસોર્ટ પાસે થયેલા હુમલામાં ચાર જિહાદીઓને ઠાર મારવામાં આવ્યા છે અને પાંચ જિહાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ માલી સરકારે આજે જણાવ્યું હતું. આ હુમલામાં યુરોપિયન યુનિયનના બે અધિકારીઓના પણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. યુરોપિયન યુનિયનના વિદેશી બાબતોના વડા ફેડરિકા મોઘેરિનીએ જણાવ્યું હતું કે કમનસીબે આ […]

Uncategorized

માલીની રાજધાની બામાકો પાસે આવેલા લોકપ્રિય ટુરિસ્ટ રિસોર્ટ પાસે થયેલા હુમલામાં ચાર જિહાદીઓને ઠાર મારવામાં આવ્યા છે અને પાંચ જિહાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ માલી સરકારે આજે જણાવ્યું હતું. આ હુમલામાં યુરોપિયન યુનિયનના બે અધિકારીઓના પણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

યુરોપિયન યુનિયનના વિદેશી બાબતોના વડા ફેડરિકા મોઘેરિનીએ જણાવ્યું હતું કે કમનસીબે આ હુમલામાં યુરોપિયન યુનિયનના બે કર્ચમારીઓના મોત થયા છે. જેમાં એક માલીની એક મહિલા અને પોર્ટુગિઝના એક પુરુષનો સમાવેશ થાય છે.